Ahmedabad : શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ
રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વ (Festival of Democracy) માં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ (Invaluable Votes) આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન (Voter Awareness Campaigns) અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
Mehndi programs....
જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે વ્યક્તિગત તેમજ સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયા હતા. અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિના અલગ અલગ સૂત્રો આધારિત મહેંદી મૂકીને સૌને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યાં હતા. મહેંદી કાર્યક્રમોમાં 'મારો મત, મારો અધિકાર', 'સહકુટુંબ મતદાન,લોકશાહીની શાન', 'વોટ ફોર નેશન' સહિતના સૂત્રો સાથે મહેંદી મૂકીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાઓ સહિત જિલ્લાની આંગણવાડીઓમાં પણ મહેંદી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનોએ મહેંદી દ્વારા અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો.
અહેવાલ - સંજય જોશી
આ પણ વાંચો - Himmatnagar : ઘર ફુટે ઘર જાય તેવી સ્થિતિ! હત્યામાં સંડોવાયેલા શખ્સો પરિચિત હોવાની આશંકા
આ પણ વાંચો - Gondal : આશાપુરા ડેમમાં માછલીને લોટ ખવડાવતી વખતે વૃદ્ધાનો લપસ્યો પગ અને પછી…