Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્રમાં Parshottam Rupala બાદ જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ

Protest For Parshottam Rupala Update : કહેવાય છે કે જીભને હાડકું નથી હોતું. કઇ પણ બોલાઈ જાય અને પછી પસ્તાવો થાય. આવું જ કઇંક લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે ભાજપના રાજકોટથી ઉમેદવાર (BJP's Rajkot candidate) પરશોત્તમ રૂપાલાને લઇને જોવા...
સૌરાષ્ટ્રમાં parshottam rupala બાદ જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ

Protest For Parshottam Rupala Update : કહેવાય છે કે જીભને હાડકું નથી હોતું. કઇ પણ બોલાઈ જાય અને પછી પસ્તાવો થાય. આવું જ કઇંક લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે ભાજપના રાજકોટથી ઉમેદવાર (BJP's Rajkot candidate) પરશોત્તમ રૂપાલાને લઇને જોવા મળી રહ્યું છે. તેમનું એક નિવેદન આજે તેમના માટે માથાનો દુખાવો (headache) બની ગયું છે. રૂપાલાથી થયેલી શાબ્દિક ભૂલ (verbal mistake) પર ભાજપ (BJP) દ્વારા ઘણો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પણ પરિણામ શૂન્ય (Zero results) મળી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) બાદ જયરાજસિંહ જાડેજા (Jayrajsingh Jadeja) નો પણ ખૂબ જ વિરોધ શરૂ થઇ ગયો છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં પહેલીવાર થયો જયરાજસિંહ જાડેજાનો વિરોધ

રાજકોટથી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ હતી કે આ બેઠક પરથી રૂપાલા આસાનીથી જીતી શકે છે પણ કહેવાય છે કે, તમારી એક ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. આવું જ કઇંક પરશોત્તમ રૂપાલા સાથે થયું છે. તે જે બોલી ચુક્યા છે તેને તે બદલી શકતા નથી પણ તેઓ તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલને સ્વીકારી માફી માંગી હતી. તેમના સમર્થનમાં જયરાજસિંહે પણ ક્ષત્રિય સમજાને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે સ્થિતિ એવી છે કે, સૌરાષ્ટ્રમાં જયરાજસિંહનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. જે હવે ભાજપ માટે વધુ એક મુસિબત બની છે.

Advertisement

માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.

ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા

રાજકોટમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખડન કરે છે.

Advertisement

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલાએ 22 માર્ચે રાજકોટમાં એક સભાને સંબોધિત કરતી વખતે ટિપ્પણી કરી હતી કે તત્કાલીન મહારાજાઓ વિદેશી શાસકો અને અંગ્રેજોને શરણે ગયા હતા. રૂપાલાએ કહ્યું હતું કે આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે.

Update...

આ પણ વાંચો - Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર

આ પણ વાંચો - Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

આ પણ વાંચો - BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

Tags :
Advertisement

.