Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Controversy : રુપાલા સામે હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં...!

Controversy : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા જ ઉમેદવાર રહેશે તેવી આજે ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરાયા બાદ ક્ષત્રિયોના વિરોધના મામલે મોટા સમાચાર મળી રહ્યા છે..પરશોત્તમ રુપાલા સામેના વિવાદ (Controversy )માં હવે મહિલાઓએ નવી રણનીતિ તૈયાર કરી છે અને...
controversy   રુપાલા સામે હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં

Controversy : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા જ ઉમેદવાર રહેશે તેવી આજે ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરાયા બાદ ક્ષત્રિયોના વિરોધના મામલે મોટા સમાચાર મળી રહ્યા છે..પરશોત્તમ રુપાલા સામેના વિવાદ (Controversy )માં હવે મહિલાઓએ નવી રણનીતિ તૈયાર કરી છે અને તે મુજબ રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે.

Advertisement

ક્ષત્રિયોનો વિરોધ યથાવત

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે રાજ્યમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. રુપાલાએ ગોંડલમાં યોજાયેલી ક્ષત્રિયોની સભામાં માફી પણ માગી હતી છતાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહ્યો છે. ઠેર ઠેર રાજ્યમાં રુપાલાનો વિરોધ થઇ રહ્યો છે અને ક્ષત્રિય સમાજના લોકોના નિવેદન બહાર આવી રહ્યા છે.

Advertisement

પરશોત્તમ રુપાલા ભાજપના ઉમેદવાર રહેશે તેની સ્પષ્ટતા

દરમિયાન આજે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરશોત્તમ રુપાલા ભાજપના ઉમેદવાર રહેશે તેની સ્પષ્ટતા ભાજપ આજે સત્તાવાર રીતે કરી દીધી છે, જેના પગલે ઘણા દિવસોથી રુપાલાને બદલવાની ચાલી રહેલી વાતો પર સત્તાવાર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.રાજકોટમાં આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખંડન કરે છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે

દરમિયાન ક્ષત્રિયોના વિરોધ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે અને તે મુજબ પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ તૈયાર કરી છે. રણનીતિ મુજબ રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. પરશોત્તમ રુપાલા સામે વિરોધ કરવા માટે આ પ્રકારે વિરોધનો નવો રસ્તો અપનાવાનું નક્કી કરાયું છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ આ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો----- BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

આ પણ વાંચો--- Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર

આ પણ વાંચો---- Parshottam Rupala: પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયાણીઓએ નોંધાવ્યો વિરોધ, આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ

Tags :
Advertisement

.