Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી...

એક મહિલા શિક્ષીકા (Female Teacher) ની સગીર વિદ્યાર્થી (Minor Student) સાથે સંભોગ (Sex) કરવા બદલ ધરપકડ (Arrested) કરવામાં આવી છે. જોકે, આ ઘટના ભારતની નથી ન્યૂ જર્સી (New Jersey) ની છે. જ્યા એક 43 વર્ષિય મહિલા શિક્ષીકા (43-year-old female teacher)...
સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી

એક મહિલા શિક્ષીકા (Female Teacher) ની સગીર વિદ્યાર્થી (Minor Student) સાથે સંભોગ (Sex) કરવા બદલ ધરપકડ (Arrested) કરવામાં આવી છે. જોકે, આ ઘટના ભારતની નથી ન્યૂ જર્સી (New Jersey) ની છે. જ્યા એક 43 વર્ષિય મહિલા શિક્ષીકા (43-year-old female teacher) એ આવું કૃત્યું કરી શિક્ષક અને વિદ્યાર્થી (Teacher-Student) ના સંબંધને લજવ્યો છે. શિક્ષક પર આરોપ છે કે તેણે સ્કૂલમાં ભણતી માસૂમ બાળક સાથે શારીરિક સંબંધો (Physical Relations) બાંધ્યા હતા.

Advertisement

વિદ્યાર્થિનું યૌન શોષણ

ન્યૂ જર્સી (New Jersey) ની એક મહિલા (Female Teacher) શિક્ષકની સગીર વિદ્યાર્થી સાથે સંભોગ માણવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મહિલા ફ્રીહોલ્ડ ઈન્ટરમીડિયેટ સ્કૂલમાં સ્પેશિયલ એજ્યુકેશન ટીચર (Teacher) છે. પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ મહિલાનું નામ એલિસન હેવમેન નીડ્રેક છે. તપાસ અનુસાર, એલિસને આ વર્ષની શરૂઆતમાં જ વિદ્યાર્થિનીનું યૌન શોષણ શરૂ કર્યું હતું. જો કે, પ્રશાસને આ મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો તે જણાવ્યું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પીડિત વિદ્યાર્થીની ઉંમરનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે તે 6 થી 8 ધોરણ વચ્ચેનો વિદ્યાર્થી હોઈ શકે છે.

શિક્ષકની ધરપકડ કરાઈ

મહિલા શિક્ષિકાને મોનમાઉથ કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે. હાલ તે કસ્ટડીમાં છે. હાલમાં કોર્ટમાં કેસની સુનાવણી થઈ નથી. કોર્ટ નક્કી કરશે કે શિક્ષકને જેલમાં રહેવું પડશે કે જામીન મળશે. પ્રશાસનનું કહેવું છે કે જો કોઈને મહિલા શિક્ષકની ગતિવિધિઓ વિશે ખબર હોય તો તેણે આગળ આવીને માહિતી આપવી જોઈએ. તેણીની LinkedIn પ્રોફાઇલ મુજબ, એલિસન માર્ચ 2022 થી ફ્રીહોલ્ડ ઇન્ટરમીડિયેટ સ્કૂલમાં ભણાવી રહી છે. તે 2008 થી વિવિધ શાળાઓમાં ભણાવી રહી છે.

Advertisement

શિક્ષિકાના વકીલે શું કહ્યું?

તેણી પોતાને ખૂબ જ ગંભીર શિક્ષક તરીકે વર્ણવે છે અને વિદ્યાર્થીઓને સારા પરિણામો લાવવાનો દાવો કરે છે. શિક્ષિકાના વકીલનું કહેવું છે કે તે નિર્દોષ છે અને તેણે અત્યારે વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જણાવી દઈએ કે બે દિવસ પહેલા અમેરિકાના લુઇસિયાનામાં આવી જ એક ઘટના બની હતી. અહીં બે મહિલા શિક્ષકો પર વિદ્યાર્થીઓને ગંદા ફોટા અને ટેક્સ્ટ મોકલવાનો આરોપ છે. શિક્ષક પર 18 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ હોવાનો પણ આરોપ હતો.

 આ પણ વાંચો - Woman Success Story: કોઈ નોકરી કે ધંધો શરુ કર્યા વગર આ મહિલા દર અઠવાડિયે લાખો રુપિયા કમાય છે!

Advertisement

 આ પણ વાંચો - AUSTRAILIA : 123 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાનો બદલાયો ઈતિહાસ, વિશ્વમાં થઈ રહી છે વાહવાહી

Tags :
Advertisement

.