મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં આજે કોર્ટમાં સુનાવણી
મથુરાની શાહી ઇદગાહ મેદાન અને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સાથે સંકળાયેલા મામલે મથુરા કોર્ટમાં ગુરુવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ રંજન અગ્નિહોત્રીએ કોર્ટમાં અરજી કરી હતી કે વર્તમાનમાં શાહી ઇદગાહ મસ્જિદની જમીનને શ્રી કૃષ્ણ વિરાજમાનની સંપત્તિ માની છે અને તેમણે અદાલતને કહ્યું કે આ સંપત્તિ શ્રી કૃષ્ણ વિરાજમાનને સોંપવામાં આવે. મથુરા કોર્ટ દ્વારા ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મસ્
Advertisement
મથુરાની શાહી ઇદગાહ મેદાન અને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સાથે સંકળાયેલા મામલે મથુરા કોર્ટમાં ગુરુવારે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ રંજન અગ્નિહોત્રીએ કોર્ટમાં અરજી કરી હતી કે વર્તમાનમાં શાહી ઇદગાહ મસ્જિદની જમીનને શ્રી કૃષ્ણ વિરાજમાનની સંપત્તિ માની છે અને તેમણે અદાલતને કહ્યું કે આ સંપત્તિ શ્રી કૃષ્ણ વિરાજમાનને સોંપવામાં આવે.
મથુરા કોર્ટ દ્વારા ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મસ્થાન ઇદગાહ પ્રકરણમાં રજૂ કરાયેલી અરજી અંગે નિર્ણય આપવામાં આવશે. જે પુરાવા રજૂ કરાયા છે તે અંગે સુનાવણી ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે રંજન અગ્નિહોત્રી સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે. રામ જન્મભૂમી મામલામાં પણ તેમના દ્વારા અદાલતમાં અરજી કરાઇ હતી. તેમના દ્વારા શ્રી કૃષ્ણ જન્મસ્થાનની 13.37 એકર જમીન પર દાવો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે આ જમીન ઋી કૃષ્ણ જન્મસ્થાનની છે અને ત્યાં શાહી ઇદગાહ ઉભી છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થાન અને મંદિરનો ગર્ભ ગ્રહ છે. અદાલતે ચર્ચા બાદ આ નિર્ણયને અનામત રાખ્યો હતો અને ગુરુવારે તેનો નિર્ણય આપશે.
એડવોકેટ રંજના અગ્નિહોત્રી દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા કેસમાં, શાહી ઇદગાહ મસ્જિદની જમીનને શ્રી કૃષ્ણ વિરાજમાનની મિલકત ગણવામાં આવી છે અને તેમણે કોર્ટને કહ્યું છે કે આ મિલકત શ્રી કૃષ્ણ વિરાજમાનને સોંપવામાં આવે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ, જેમણે આ સંબંધમાં સૌપ્રથમ કેસ કોર્ટમાં રજૂ કર્યો હતો, તેણે ભૂતકાળમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટ અને શાહી ઇદગાહ મસ્જિદ સાથે સંબંધિત અધિકારીઓ વચ્ચેના કરારને ખોટો ગણાવ્યો હતો.
અદાલતનો આ સબંધિત નિર્ણય આજે એટલે કે 19મેના રોજ આવવાનો છે. એડવોકેટ તનવીર અહમદે કહ્યું કે અદાલતમાં તેમણે તેમનો પક્ષ રજુ કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટના એડવોકેટ દ્વારા રજૂ કરાયેલો કેસ સુનાવણીને યોગ્ય નથી