Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sarabjit Killer : સરબજિત સિંહના હત્યારાની કેવી રીતે થઈ હત્યા ?

Sarabjit Killer : પાકિસ્તાનમાં (Pakistani) મૃત્યુદંડની સજા કાપી રહેલા ભારતીય નાગરિક સરબજિત સિંહની (Sarabjit Singh) હત્યા કરનારા અમીર સરફરાઝ તાંબાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આમીર સરફરાઝને લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ સઈદના નજીકનો માનવામાં...
sarabjit killer   સરબજિત સિંહના હત્યારાની કેવી રીતે થઈ હત્યા

Sarabjit Killer : પાકિસ્તાનમાં (Pakistani) મૃત્યુદંડની સજા કાપી રહેલા ભારતીય નાગરિક સરબજિત સિંહની (Sarabjit Singh) હત્યા કરનારા અમીર સરફરાઝ તાંબાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આમીર સરફરાઝને લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ સઈદના નજીકનો માનવામાં આવતો હતો. તે 'લાહોરના અસલી ડોન' તરીકે કુખ્યાત હતો. ત્યારે હવે અમીર સરફરાઝના (Amir Sarfraz Tamba) ભાઈએ મહત્ત્વની માહિતી આપી છે.

Advertisement

અમીર સરફરાઝના ભાઈને આ ઘટના યાદ આવી

લાહોરના (Lahore) ઈસ્લામપુરા વિસ્તારમાં બાઇકસવાર હુમલાખોરોએ અમીર સરફરાઝને ગોળી મારી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ, હુમલાખોરો ફરાર છે અને પોલીસ આ ઘટનાની તપાસ કરી તેમની શોધ કરી રહી છે. એફઆઈઆર અનુસાર, આમિર સરફરાઝના ભાઈ જુનૈદ સરફરાઝે (Junaid Sarfaraz) કેટલીક મહત્ત્વની માહિતી શેર કરી છે. ઘટનાની માહિતી આપતાં તેણે કહ્યું કે, ઘટના સમયે તે અને તેનો મોટો ભાઈ ઘરમાં જ હાજર હતા. દરમિયાન, જુનૈદ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો જ્યારે અમીર ઉપરના માળે હતો. રવિવારે બપોરે 12.40 કલાકે બે અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા.

બે વ્યક્તિઓ ઘરમાં પ્રવેશ્યા અને...

તે પૈકી એક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે અન્ય એકના ચહેરા પર માસ્ક હતો. આ પછી એક શખ્સે અમીર સરફરાઝ પર ત્રણ ગોળીઓ ચલાવી હતી અને પછી બંને ગુનેગારો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અમીરને ત્વરિત હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જુનૈદ સરફરાઝે કહ્યું કે, તેના ભાઈને કોઈની સાથે દુશ્મની નહોતી.

Advertisement

સરબજીત પર જાસૂસ હોવાનો આરોપ લગાવીને ધરપકડ કરાઈ હતી

તમને જણાવી દઈએ કે, સરબજિત સિંહ 30 ઓગસ્ટ 1990 ની સાંજે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરીને પાકિસ્તાન ગયા હતા. બાદમાં ઈસ્લામાબાદમાં બોમ્બ વિસ્ફોટોના સંબંધમાં પાકિસ્તાન પોલીસે સરબજિતની ધરપકડ કરી હતી. પાકિસ્તાન પોલીસે દાવો કર્યો હતો કે, સરબજિત સિંહ ભારતીય એજન્સીઓનો જાસૂસ છે. ગુપ્તચર એજન્સી ISI ના નિર્દેશ પર અમીર સરફરાઝે (Sarabjit Killer) 2013 માં જેલમાં સરબજિતની હત્યા કરી હતી.

આ પણ વાંચો - Sarabjit Singh: જાણો કોણ હતા સરબજીત સિંહ? જેમની પાકિસ્તાની જેલમાં કરાઈ નિર્મમ હત્યા

Advertisement

આ પણ વાંચો - સરબજીત સિંહના હત્યારા Amir Sarfaraz Tamba ની સરાજાહેર ગોળી મારી કરાઈ હત્યા

આ પણ વાંચો - Pakistan Landmine Blast: મેચ જોવા જઈ રહેલા બાળકો બન્યા લેન્ડમાઈનના શિકાર

Tags :
Advertisement

.