Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan : પાકિસ્તાની એર હોસ્ટેસ કેનેડા હોટેલમાંથી અચાનક થઈ ગાયબ! નોટમાં લખ્યું- PIA, તમારો આભાર..!

Pakistan : પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ની એક એર હોસ્ટેસ કેનેડા (Canada)ચ્યા બાદ હોટેલના રૂમમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે જ્યારે પીઆઈએના અધિકારીઓએ હોટેલના રૂમની તપાસ કરી તો એક નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું, PIA, તમારો...
09:15 PM Feb 28, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

Pakistan : પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ની એક એર હોસ્ટેસ કેનેડા (Canada)ચ્યા બાદ હોટેલના રૂમમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે જ્યારે પીઆઈએના અધિકારીઓએ હોટેલના રૂમની તપાસ કરી તો એક નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું, PIA, તમારો આભાર. જો કે, આ પ્રકારની નોંધ સામાન્ય રીતે મુસાફરો દ્વારા ફ્લાઇટ દરમિયાન વધુ સારી સુવિધા આપવા માટે ફ્લાઇટ એટેન્ડન્ટને આપવામાં આવે છે.

26 ફેબ્રુઆરીએ પ્લેન કેનેડામાં થયું હતું લેન્ડ

તાજેતરના વર્ષોમાં, કેનેડામાં આશ્રય મેળવવા માંગતા પાકિસ્તાનીઓના (Pakistan) આવા ગુમ થવાના કિસ્સાઓ વધ્યાં છે. ઇસ્લામાબાદથી ટેકઓફ કર્યા બાદ 26 ફેબ્રુઆરીએ વિમાન કેનેડામાં (Canada) લેન્ડ થયું હતું. એક દિવસ પછી, એર હોસ્ટેસ મરિયમ રઝાની કરાચી પરત ફરતી ફ્લાઈટમાં ડ્યૂટી પર હતી પરંતુ, તે પરત આવી ન હતી. અધિકારીઓએ જ્યારે હોટેલના રૂમની તપાસ કરી તો ત્યાં તેનો યુનિફોર્મ પડેલો હતો. ત્યાં એક ચિઠ્ઠી પણ પડેલી મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે, પીઆઈએ આભાર... અહેવાલ અનુસાર, કેનેડામાં ઉતર્યા બાદ ગુમ થનારી મરિયમ પહેલી PIA કર્મચારી નથી. આ પહેલા પીઆઈએની (PIA) ફ્લાઈટ એટેન્ડન્ટ ફૈઝા મુખ્તાર પણ જાન્યુઆરીમાં કેનેડામાં ગુમ થઈ હતી અને તેના એક મહિના પછી હવે મરિયમ ગુમ થઈ ગઈ છે.

અગાઉ કરાચી પાછી ન ગઈ ફૈઝા

અહેવાલ અનુસાર, ફૈઝા મુખ્તાર કેનેડા (Canada) ઉતર્યાંના એક દિવસ બાદ કરાચી પરત આવવાની હતી, પરંતુ તે આવી ન હતી. ગયા વર્ષે કેનેડામાં ઉતરાણ કર્યા બાદ સાત ફ્લાઇટ એટેન્ડન્ટ ગાયબ થઈ ગયા હતા. PIA નું કહેવું છે કે કેનેડાની ઉદાર શરણાર્થી નીતિ આ માટે જવાબદાર છે. નિષ્ણાતો માને છે કે ક્રૂ વેતનનું ઓછું વેતન અને એરલાઇનના ભવિષ્ય અંગેનો ડર ક્રૂ મેમ્બર્સને કેનેડામાં ઉતર્યા પછી ઘરે પરત ફરવાને બદલે ભાગી જવા માટે પ્રેરિત કરે છે.

 

આ પણ વાંચો - Pakistan: પાકિસ્તાનમાં રચાયો ઇતિહાસ, મરિયમ બનશે પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
canadaFaiza MukhtarGujarat FirstGujarati NewsInternatuonal NewskarachiPakistan International AirlinesPIA
Next Article