Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Hamas War : US વિદેશમંત્રીના પ્રવાસ વચ્ચે ગાઝા પર ઇઝરાયલનો બોમ્બમારો, 24 કલાકમાં 147ના મોત

ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે યુદ્ધ રોકાવવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોના જીવ ગયા છે, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ છે. જ્યારે હજારો લોકો બેઘર થયા છે. આ વચ્ચે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન...
israel hamas war   us વિદેશમંત્રીના પ્રવાસ વચ્ચે ગાઝા પર ઇઝરાયલનો બોમ્બમારો  24 કલાકમાં 147ના મોત

ઇઝરાયલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે યુદ્ધ રોકાવવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોના જીવ ગયા છે, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ છે. જ્યારે હજારો લોકો બેઘર થયા છે. આ વચ્ચે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken) ઇઝરાયલ-વેસ્ટ બેંકના પ્રવાસે ગયા છે. દરમિયાન, ગાઝામાં ઇઝરાયલની સેનાએ ભીષણ હુમલો શરૂ કર્યો. જો કે, આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે અમેરિકા ઇઝરાયલને હુમલાઓ ઓછા કરવાનું કહી રહ્યું છે.

Advertisement

ગાઝામાં મૃતકોની સંખ્યા વધીને 23,300 ને પાર

એક મીડિયા અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન મૃતકોની સંખ્યા 147 થતા ઇઝરાયલે અમેરિકાને કહ્યું કે, તેઓ સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને હમાસ અને ઇસ્લામિક જિહાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. જણાવી દઈએ કે, આ સાથે ગાઝામાં હવે મૃતકોની સંખ્યા વધીને 23,357 સુધી પહોંચી છે. જ્યારે 60 હજારથી વધુ લોકો ઘવાયા છે. દરમિયાન, સુરક્ષા પરિષદમાં અમેરિકાએ ફરી એકવાર તેના વીટો પાવરનો ઉપયોગ કરીને ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામની (Israel-Hamas War) માગણી કરતા ઠરાવને રોકી દીધો છે.

Advertisement

સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની માગને અમેરિકાનું સમર્થન

રિપોર્ટ અનુસાર, ગાઝા યુદ્ધના (Israel-Hamas War) ત્રણ મહિનામાં ચોથી વખત ક્ષેત્રની મુલાકાત લઈ રહેલા યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ બ્લિંકન (Antony Blinken) બુધવારે પશ્ચિમ કાંઠાના શહેરની મુલાકાત લીધી અને પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA) ના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી. અબ્બાસ સાથેની બેઠકમાં બ્લિંકને કહ્યું કે, અમેરિકા સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની માંગનું સમર્થન કરે છે. તેમણે ગાઝામાં શાસનની સ્થાપના પર PA પ્રમુખ સાથે વાત કરી. અમેરિકા ગાઝામાં હમાસને સત્તા પરથી હટાવવા માંગે છે અને ત્યાં એક PA સ્થાપિત કરવા માગે છે, જેનું નેતૃત્વ મહમૂદ અબ્બાસ કરશે. વાટાઘાટોમાં અબ્બાસે કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં ગાઝા અથવા પશ્ચિમ કાંઠેથી પેલેસ્ટિનિયનોનું વિસ્થાપન થવું જોઈએ નહીં. બ્લિંકન અગાઉ મંગળવારે તેલ અવીવમાં ઇઝરાયેલના નેતાઓને મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Joe Biden : આ ભારતીય ડૉક્ટર WHO ના બોર્ડમાં જોડાશે, યુએસ પ્રમુખ Joe Biden એ કરી ભલામણ…

Tags :
Advertisement

.