Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકનના ભારત પર પ્રહાર, લઘુમતીના મુદ્દે રજૂ કર્યો રિપોર્ટ

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ રજૂ કરતી વખતે કહ્યું કે ભારતમાં લોકો અને ધાર્મીક સ્થાનો પર હુમલા વધી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના ધાર્મિક લઘુમતી સમુદાય પર વર્ષ દરમિયાન હુમલા થતા રહ્યા છે, જેમાં હત્યા, હુમલા અને ડરાવવું તથા ધમકાવું સામેલ છે. અમેરિકાની તરફથી જાહેર કરાયેલા ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ અને તેના પર બ્à
અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકનના ભારત પર પ્રહાર  લઘુમતીના મુદ્દે રજૂ કર્યો રિપોર્ટ
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ રજૂ કરતી વખતે કહ્યું કે ભારતમાં લોકો અને ધાર્મીક સ્થાનો પર હુમલા વધી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના ધાર્મિક લઘુમતી સમુદાય પર વર્ષ દરમિયાન હુમલા થતા રહ્યા છે, જેમાં હત્યા, હુમલા અને ડરાવવું તથા ધમકાવું સામેલ છે. 
અમેરિકાની તરફથી જાહેર કરાયેલા ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ અને તેના પર બ્લિંકનની ટિપ્પણી બાદ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં ઇન્ડીયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલની ટિપ્પણી પણ સામેલ છે. 
આઇએએમસીએ કહ્યું કે ભારત પર ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન, મુસ્લિમ અને ઇસાઇ લઘુમતી પ્રત્યે પ્રાયોજીત હુમલાને જોઇને પ્રતિબંધ લગાવામાં આવે. 
ભારત માટે જાહેર કરાયેલા રિપોર્ટમાં લખાયું છે કે ભારતમાં ધાર્મિક લઘુમતી સમુદાયોના લોકો પર હુમલા થઇ રહ્યા છે. હત્યા અને મારપીટ તથા ડરાવી ધમકાવાઇ રહ્યા છે. તે સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. ગૌ હત્યા તથા બીફના વેપારના આરોપો બિન હિન્દુઓ સામેની હુમલાની ઘટનામાં થાય છે. 
રિપોર્ટમાં ભારતમાં ધર્માતરણ વિરોધી કાયદાઓનો ઉલ્લેખ કરીને લખાયું છે કે ભારતમાં તમામ રાજ્યોમાં આ કાયદો લાગુ કરીને લોકોની ધરપકડ કરાઇ રહી છે. 
રિપોર્ટમાં અમેરિકાના વિદેશ વિભાગે ટિપ્પણી કરી છે કે પોલીસે બિનહિન્દુઓની સામે મીડિયા અથવા સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા માટે લોકોની અટકાયત કરી છે. ગત વર્ષે ત્રિપુરા, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં થયેલી મુસલમાનોની લિચીંગ ઘટનાઓનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. 
સીએએ અને એનઆરસીની સામે થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં લખાયું છે કે અદાલતોએ વિરોધ પ્રદર્શન સબંધીત આરોપોમાં પકડાયેલા કેટલાક લોકોને છોડી મુક્યા હતા અને બસ હિન્દુને જ દોષીત ઠેરવાયા હતા. ઘણી અદાલતોએ અયોગ્ય તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની આલોચના પણ કરી છે. તે સમયે ધાર્મિક લઘુમતિની સામે ભડકાઉ ટિપ્પણી નેતાઓએ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ લખ્યું હતું. 
 રિપોર્ટ બાદ ઇન્ડિયન અમેરિકન કાઉન્સિલે પણ આ રિપોર્ટના આધારે ભારત પર પ્રતિબંધ લાદવાની માગ કરી હતી. 
બ્લિંકને આ રિપોર્ટ રજૂ કરતી વખતે ભારત સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન વગેરે દેશોના નામ લીધા હતા અને કહ્યું કે આ દેશોના લઘુમતી સમુદાયના લોકો અને મહિલાઓને નિશાન બનાવાઇ રહ્યા છે. 
તેમણે ભારતનું ઉદાહરણ આપીને કહ્યું કે તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ઘણા ધર્મોના લોકો ત્યાં રહે છે પણ અમે જોયું છે કે ત્યાં લોકો અને ધાર્મિક સ્થાનો પર હુમલા વધી રહ્યા છે. તેમણે સહયોગી સાઉદી અરબ સામે પણ ધાર્મિક સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.