Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી" ગેનીબેન ઠાકોરે કર્યો હુંકાર...

થરાદ તાલુકાના આજાવાડા ગામે રાત્રિ દરમિયાન વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગેનીબેન ઠાકોરે હુંકાર કરતા આ સભામાં કહયું હતું કે, આપણે કોઈથી ડરવાનું નથી, ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા...
05:28 PM Mar 18, 2024 IST | Harsh Bhatt

થરાદ તાલુકાના આજાવાડા ગામે રાત્રિ દરમિયાન વાવના ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગેનીબેન ઠાકોરે હુંકાર કરતા આ સભામાં કહયું હતું કે, આપણે કોઈથી ડરવાનું નથી, ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે નેતાઓ દ્વારા ગામડાઓમાં બેઠકો અને સભાઓ ચાલુ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાદના આજાવાડા ગામે સભાંમાં જાહેર મંચ પરથી પોલીસ પર આક્ષેપ કર્યો હતો અને પોલીસને પણ આડેહાથ લઈ પોલીસ પર હપ્તા ખોરીના આક્ષેપ કર્યો હતા. કોઈ પણ બે નંબર ધંધો કરવો હોય એ પોલીસ હાથે મળી પોલીસના હપ્તા સાથેનો ધંધો કરવાનો હોય છે. એમાં જેને હપ્તો ન આપ્યો હોય એની પર કેસ થાય, એટલે સમજી લેવાનું એને હપ્તો લેટ થયો હશે.જેવા આક્ષેપો કર્યા હતા તો બધું અમારા કીધે થાય તમારા કીધે કઈ નઈ તમારો કોઈ અધિકાર નથી જેવા આક્ષેપો કર્યા હતા. આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ સન્માન કર્યું હતું.

અહેવાલ : યસપાલસિહ વાઘેલા

આ પણ વાંચો : Weather Report : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, માર્ચમાં આટલો ઊંચકાશે ગરમીનો પારો!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
aajavadaBanaskanthaBJPCandidateCongressElectiongeni ben thakorGujaratGujarat Firstgulabsinh rajputloksabha 2024MLATharad
Next Article