VADODARA : બજેટ સંદર્ભે લોકોના 1 હજાર જેટલા સૂચન પાલિકાને મળ્યા
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODAR - VMC) દ્વારા ચાલુ વર્ષે બજેટ પહેલાં તેમાં સમાવી શકાય તેવા વિકાસકાર્યો અંગેના સૂચનો લોકો પાસેથી મંગાવવામાં આવ્યા (PEOPLE SUGGESTIONS FOR DEVELOPMENT WORK IN BUDGET - VADODARA, VMC) હતા. ઇમેલ મારફતે લોકો પાલિકા સુધી પોતાના સૂચનો મોકલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતી કાલે આ સૂચનો મોકલવા માટેનો અંતિમ દિવસ છે. તે પહેલા પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, આશરે 1 હજાર જેટલા સૂચનો આવ્યા છે. હાલ તેનું અલગ અલગ વિભાગો અનુસાર વર્ગીકરણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેને ટુંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
શક્ય હશે, તેટલા સૂચનોનો સમાવેશ બજેટમાં સમાવાશે
વડોદરા પાલિકા દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. બજેટ પૂર્વે વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો અંગેના સૂચનો લોકો પાસેથી મંગાવવામાં આવ્યા છે. તેમાંથી શક્ય હશે, તેટલા સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવનાર હોવાનું પાલિકા સુત્રોએ જણાવ્યું છે. અત્યાર સુધી આશરે એક હજાર જેટલા સૂચનો આવ્યા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આવનાર સમયમાં પાલિકા કમિશનર દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવશે.
સારા એવા સૂચનો આવી રહ્યા છે
વડોદરા પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 26, જાન્યુઆરી સુધી લોકો જોડેથી બજેટમાં સમાવવા માટેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જુદા જુદા મામલે સારા એવા સૂચનો આવી રહ્યા છે. અમે આ સૂચનોનું વર્ગીકરણ કરીને, જે તે સંબંધિત વિભાગોમાં મોકલીશું, અને તે અંગે કઇ રીતે કાર્યવાહી થઇ શકે, તે બધાની વિગતો બજેટ બ્રિફમાં જણાવવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજીત 1 હજાર સૂચનો આવ્યા છે. હજી પણ તેની સંખ્યા વધી રહી છે. તેની પ્રક્રિયા ચાલુ જ છે. આખરી આંકડો ચર્ચા-વિચારણા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિક સુરક્ષાના કાર્યક્રમમાં રીક્ષા ચાલકોને આડેહાથ લેતા ધારાસભ્ય