Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના નવા DGP તરીકે વિકાસ સહાય નિમણુંક

રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચારવિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશેઆશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશેરાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિકાસ સહાયને ઇન્ચાર્જ ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાશે મહત્વનું છે કે આશિષ ભાટીયાનોં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેઓ નિવૃતિ થઈ રહ્યા છે. એક્સ્ટેનશન અપાયા બાદ નિવૃત થઈ રહ્યા છે. આà
રાજ્યના નવા dgp તરીકે વિકાસ સહાય નિમણુંક
  • રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર
  • વિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે
  • આશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે
રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિકાસ સહાયને ઇન્ચાર્જ ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાશે મહત્વનું છે કે આશિષ ભાટીયાનોં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેઓ નિવૃતિ થઈ રહ્યા છે. એક્સ્ટેનશન અપાયા બાદ નિવૃત થઈ રહ્યા છે. આથી તેમના સ્થાને વિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ સંભાળશે. UPSCની મળેલી બેઠક બાદ નવા ડીજીપીની નિમણુંક કરવામાં આવ્યા છે. 
Advertisement

સાથે સાથે રાજ્યને નવા મુખ્ય સચિવ પણ મળ્યા છે. ત્યારે મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.  સાંજે 4 વાગ્યા બાદ નવા મુખ્ય સચિવ રાજ કુમાર ચાર્જ સંભાળશે.

2005 માં અમદાવાદ શહેર અને 2007 માં સુરત શહેરના સીપી રેન્જ પણ રહી ચુક્યા છે.

તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન માટે પણ કામગીરી કરી ચુક્યા છે. તેઓ બોસ્નીયા જેવા અનેક દેશોમાં પણ યુએન તરફથી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓ આણંદ એસપી તરીકે 1999માં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ ગ્રામીણ એસપી અને ત્યાર બાદ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2005 માં અમદાવાદ શહેર અને 2007 માં સુરત શહેરના સીપી રેન્જ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આઇજી સુરક્ષા અને આઇજી સીઆઇડી આઇબી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવી ચુક્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે ખુકબ જ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી ચુક્યા છે. જેમાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં પણ રહ્યા હતા. આ મિશન બાદ સહાય પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચુક્યા છે.
 2005માં અમદાવાદ શહેર સીપી રેન્જI સંભાળી ચુક્યા છે

Advertisement

2005માં અમદાવાદ શહેર તથા 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જI, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી આ પીએમ મોદી તથા ગુજરાત સરકારનો ખુબ જ મહત્વનો અને ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિદેશકના પદ સુધી પહોંચ્યા. તેમના નેતૃત્વ હેઠળ, રક્ષાશક્તિ યુનિવર્સિટીએ આંતરિક સુરક્ષા શિક્ષણશાસ્ત્ર અને સંશોધનમાં મુખ્ય સ્થાન મેળવ્યું છે.
PSI ભરતી બોર્ડના વડા તરીકે પણ રહી  ચૂકયા  છે. 
તેઓ મેરીટોરીયસ સર્વિસ માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મેળવનારા ચુનંદા પોલીસ અધિકારીઓ પૈકી એક છે. તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. ત્યાર બાદ તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના વડા તરીકે પણ રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.