VADODARA : બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝરવાળી થઇ
VADODARA : વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં સરકારી જમીન પર બુટલેગર દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને તેમાં ખોટી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આજે પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીમાં મકાનનું દબાણ દુર કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજીક તત્વો પર કાર્યવાહી કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્યભરમાં પોલીસ અસામાજીત તત્વોનો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઇ પૂર્વક કાર્યવાહી કરી રહી છે. અસામાજીક તત્વોને ડામવા માટેના સરકાર અને ગૃહવિભાગના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. (VADODARA VMC AND POLICE JOINT OPERATION RUN OVER BULLDOZER ON BOOTLEGGER PROPERTY)
પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી
રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉંચકતા ગૃહવિભાગ એક્શનમાં આવ્યું હતું. અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT, HARSH SANGHAVI) ના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજીત તત્વોની સંપત્તિ પર બુલડોઝરવાળી કરવામાં આવી રહી છે. આજે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ચંદ્રનગરમાં સરકારી જમીન પર બુટલેગરનું દબાણ દુર કરવામાં આવ્યું છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી છે.
અસામાજીક તત્વો સામે પોલીસ સખ્તાઇથી કામ લઇ રહી છે
ACP આર. ડી. ક્વાએ મીડિયાને જણાવ્યું કે, રાજયના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર સખ્તાઇની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજ્ય પોલીસ વડા દ્વારા 100 કલાકમાં યાદી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ થાણા અધિકારીઓને એન્ટી સોશિયલ એલીમેન્ટ્સ સામે કામ કરવાની તાકીદ કરવામાં આવી હતી. મુન્નો પરમાર બુટલેગીંગ કરતા હતા. અને ચંદ્રનગરમાં સરકારી જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું. પાલિકાને ડેટા આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી રહી છે. અસામાજીક તત્વો સામે પોલીસ સખ્તાઇથી કામ લઇ રહી છે, તેવો સ્પષ્ટ સંદેશ છે. આ અંગેના ડેટા ઉપલબ્ધ છે. જે અંગે પાલિકાના સંકલનથી ડેટા એનાલિસીસ બાદ જે કોઇ સૂચના આવશે, તેના અનુસંધાને પોલીસ કામગીરી કરશે.
આ પણ વાંચો --- VADODARA : સ્ટંટબાજોએ હાથ જોડ્યા, કહ્યું, 'પોલીસ અમને માફ કરે'