MP News : મહાકાલની સવારી પર થૂંકનારા સામે કાર્યવાહી, ઢોલ-નગારા સાથે ઘર તોડવા પહોંચ્યું બુલ્ડોઝર
મહાકાલની સવારીમાં સામેલ થનારા ભક્તો પર થુંકવા અને કોગળા કરનારા આરોપીઓ પર શિવરાજ સરકાર આકરા પાણીએ થઈ છે. થુંકકાંડમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના ઘરે સવારે બુલ્ડોઝર ચાલ્યું. બુલ્ડોઝર ચાલે તે પહેલા ઢોલ વગાડીને તેની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની હાજરીમાં નગરપાલિકાની ટીમે કાર્યવાહી કરી. પોલીસે સગીર સહિત ત્રણ યુવકોને ઝડપ્યા છે.
પોલીસ સુરક્ષા વચ્ચે કાર્યવાહી
ટંકી ચોક સ્થિત આરોપી અદનાનના ઘર પરથી થુંકવામાં આવ્યું હતું. ઘટનામાં તેનો સગો ભાઈ અને એક અન્ય સગીર સામેલ હતો. કાર્યવાહી પહેલા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ઢોલ વગાડીને જાહેરાત કર્યાં બાદ બુલ્ડોઝર ચાલ્યું.
શું હતી ઘટના?
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં સોમવારે મહાકાલની સવારી નિકળી હતી. આ દરમિયાન કેટલાય યુવકોએ મકાનની બાલ્કનીમાંથી ભક્તો પર કોગળા કર્યાં અને થુંક્યા. સવારીમાં સામેલ કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવી લીધો. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોના લોકોએ ખારાકુઆં પોલીસ મથક બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
શું કહે છે પોલીસ તંત્ર?
એડિશ્નલ પોલીસ અધિક્ષક આકાશ ભૂરિયાએ જણાવ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યું છે. પોલીસે કેસમાં બે સગીરો સહિત ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ઘટનાના કારણે સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાના પ્રયાસ કરવાના આરોપમાં IPC ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દાદાગીરી તો જુઓ… આગ્રા આવેલા યુવકને લોકોએ ભેગા મળી માર્યો ઢોર માર, કારણ ચોંકાવી દેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.