Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP News : 'બે પત્નીવાળાને રૂ. 2 લાખ મળશે...'! કોંગ્રસ નેતાના વિચિત્ર દાવાથી રાજકારણ ગરમાયું, BJP નો પ્રહાર

મધ્યપ્રદેશમાં (MP) હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ રતલામમાં (Ratlam) મતદાન થશે. ત્યારે આ પૂર્વે કોંગ્રેસના એક જાણીતા નેતાના નિવેદનથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના...
mp news    બે પત્નીવાળાને રૂ  2 લાખ મળશે      કોંગ્રસ નેતાના વિચિત્ર દાવાથી રાજકારણ ગરમાયું  bjp નો પ્રહાર

મધ્યપ્રદેશમાં (MP) હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ રતલામમાં (Ratlam) મતદાન થશે. ત્યારે આ પૂર્વે કોંગ્રેસના એક જાણીતા નેતાના નિવેદનથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ ગુરુવારે એક રેલીમાં પાર્ટી દ્વારા પ્રસ્તાવિત 'મહાલક્ષ્મી યોજના' (Mahalakshmi Yojana) અંગે વિચિત્ર દાવો કર્યો હતો, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. કાંતિલાલ ભુરિયાએ કહ્યું કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના 'ન્યાય પત્ર' (ઘોષણાપત્ર) માં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત જો અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક રૂ. 1 લાખ આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને રૂ. 2 લાખ મળશે.

Advertisement

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) કાંતિલાલ ભૂરિયાના (Kantilal Bhuria) આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસને (Congress) આડે હાથ લીધી છે. ભાજપે કાંતિલાલ ભૂરિયા સામે પગલાં લેવાની માંગ ચૂંટણી પંચ પાસે કરી હતી. જણાવી દઈએ કે, સૈલાનામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કરતી વેળાએ ભૂરિયાએ કહ્યું હતું કે, અમારો મેનિફેસ્ટો (Congress manifesto) દરેક મહિલાને રૂ. 1 લાખ આપવાનું વચન આપે છે. આ તેમના બેંક ખાતામાં જમા થશે. જ્યારે, જે વ્યક્તિની બે પત્નીઓ છે, તે બંનેને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Advertisement

કાંતિલાલ ભૂરિયાનું આ નિવેદન સામે આવ્યા બાદ MP BJP ના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ (Narendra Saluja) કાંતિલાલ ભૂરિયાના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કરી અને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે.જણાવી દઈએ કે, કાંતિલાલ ભૂરિયા મધ્યપ્રદેશના વનમંત્રી નાગરસિંહ ચૌહાણના પત્ની અનિતા ચૌહાણ (Anita Chauhan) સામે ચૂંટણી લડી રહ્યા છે. મધ્યપ્રદેશનમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ રતલામમાં મતદાન થશે.

આ પણ વાંચો - Naxalites Surrender: છત્તીસગઢમાં 6 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું, કુલ 36 લાખનું ઈનામ હતું

Advertisement

આ પણ વાંચો - માંડ માંડ બચ્યા ચિરાગ પાસવાન! ટેક-ઓફ પહેલા જ હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું

આ પણ વાંચો - હિન્દુઓ ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરો, મોટા ન કરી શકો તો અમને આપી દો: શીખ સંસ્થાની અપીલ

Tags :
Advertisement

.