VADODARA : વિશ્વામિત્રીમાં પૂર નિવારણ માટેની કામગીરીનું CM ના હસ્તે ઉદ્ધાટનની તૈયારી
VADODARA : વડોદરા (VADODARA) માં ગત વર્ષે આવેલા માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) માં પૂર નિવારણ માટેના પગલાં લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પ્રથમ ફેઝનું કાર્ય શરૂ કરવા માટેની પૂર્વ તૈયારીઓ ક્યારની આરંભી દેવામાં આવી છે. ત્યારે હવે આ કામનું સત્તાવાર ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM - BHUPENDRA BHAI PATEL) ના હસ્તે કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આવનારા સપ્તાહમાં ઉદ્ધાટનકાર્ય થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી હતી
વર્ષ 2024 માં વડોદરામાં ભયાનગ પૂર આવ્યું હતુ. પૂર આવવાના કારણે અનેક દિવસો શહેરવાસીઓએ ઘરમાં પાણી સાથે વિતાવવા પડ્યા હતા. પૂર બાદ તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM - BHUPENDRA BHAI PATEL) અને ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHAVI) વડોદરા દોડી આવ્યા હતા. અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી દીધી હતી.
સૈદ્ધાંતિક મંજુરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું
ત્યાર બાદ ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં એક હાઇ પાવર કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટિ દ્વારા જાણકારો અને પાલિકાના અધિકારીઓ જોડે મીટિંગો કર્યા બાદ એક પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. જે પ્રેઝન્ટેશનને મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. જેને સૈદ્ધાંતિક મંજુરી મળતા કામ શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રથમ ફેઝની કામગીરીનો ખર્ચ રૂ. 3200 કરોડ
આ કાર્ય અંતર્ગત નદીને ઠેકઠેકાણે ઉંડી અને પહોળી કરવા માટે 50 જગ્યાઓએ મશીનરી નદીમાં ઉતારવા માટે રેમ્પ બનાવવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પૂર નિવારણ માટેના પગલાંની સત્તાવાર ઉદ્ધાટન સ્વરૂપે શરૂઆત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. પ્રથમ ફેઝની કામગીરીનો ખર્ચ રૂ. 3200 કરોડ આંકવામાં આવી રહ્યો છે.
બે સ્તરે કામગીરી કરાશે
જેમાં વડોદરા પાલિકા દ્વારા શહેરના હરણીથી મુંજમહુડા સુધીના વિસ્તારમાં કાર્ય કરવામાં આવનાર છે. જ્યારે પાવાગઢથી પીંગલવાડા સુધીમાં રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ તથા અન્ય વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવનાર છે. આ કામ સત્વરે શરૂ થાય તેવું સૌ કોઇ વડોદરાવાસી ઇચ્છી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : હેલ્મેટ-લાયસન્સ વગર ફરતા ચાલકો દંડ માટે તૈયાર રહેજો