Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara માં પૂર.! સમગ્ર શહેર બન્યું જળબંબાકાર..

વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદ આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડાયું પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ ભારે વરસાદથી શહેરમાં પૂરની સ્થિતિ અનેક વિસ્તારમાં પાણી ભરાયા વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી...
vadodara માં પૂર   સમગ્ર શહેર બન્યું જળબંબાકાર
  • વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદ
  • આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડાયું
  • પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું
  • વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ
  • ભારે વરસાદથી શહેરમાં પૂરની સ્થિતિ
  • અનેક વિસ્તારમાં પાણી ભરાયા
  • વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં
  • સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા
  • મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ
  • વડસર, કારેલીબાગ, મુજમહુડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ
  • તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી
  • સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રીજ પર 35 ફૂટ પર પહોંચી

Vadodara Floods : વડોદરામાં પૂરના પાણી (Vadodara Floods) સમગ્ર શહેરમાં ફરી વળ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી ગઇ છે અને નદીનું જળસ્તર 33 ફૂટ પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે શહેર ફરી એક વાર જળબંબાકાર બન્યું છે. પરિસ્થિતી એકદમ વિકટ બની છે. એકધારા ખાબકેલા 12 ઇંચ વરસાદ અને ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં પૂર આવતાં વડોદરા ફરી એક વાર પૂરમાં ફસાયું છે.

Advertisement

સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા

વડોદરામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર બન્યું છે તો આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી પણ ગાંડીતૂર બની છે. વિશ્વામિત્રી નદીના જળસ્તર સતત સતત વધી રહ્યું છે અને હવે તે ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી છે. વિશ્વામિત્રી નદી હાલ 33 ફૂટે વહી રહી છે જેના કારણે સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે.

Advertisement

વડોદરાના તમામ વિસ્તારો જળબંબાકાર

વડોદરાના તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વરસાદી પાણી અને પૂરના પાણી ફરી વળતાં શહેરીજનોને ઘરમાં પૂરાઇ જવું પડ્યું છે. અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે મકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઇ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો---VADODARA : વિશ્વામિત્રીનું જળળસ્તર વધતા એનાઉન્સમેન્ટ કરી લોકજાગૃતિનો પ્રયાસ

નીચાણવાળા વિસ્તારોમાંથી મોટાપાયે લોકોનું સ્થળાંતર

રવિવારે સતત વિશ્વામિત્રી નદીનું પાણી વધવાના કારણે વહીવટતંત્રએ લોકોએ સાવધ રહેવાની અપીલ કરી હતી અને વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી મોટાપાયે લોકોનું સ્થળાંતર કરાયું હતું. વડોદરાનો એક પણ વિસ્તાર બાકી નથી જે જળબંબાકાર ના બન્યો હોય અને તેના કારણે સ્થિતી વિકટ બની છે.

નદીના તમામ બ્રિજ ગઇ કાલથી જ બંધ કરી દેવાયા

વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે નદીના તમામ બ્રિજ ગઇ કાલથી જ બંધ કરી દેવાયા છે. સમા હરણી વિસ્તારમાં આવતા બ્રિજ પાસે નદીની જળસપાી 40 ફૂટે પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં તો કમરસમા પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો---Gujarat માં હજું 48 કલાક ખતરો, ગુજરાત પર તોળાઇ રહી છે....

Tags :
Advertisement

.