VADODARA : અજાણ્યા શખ્સોએ હિપ્નોટાઇઝ કરીને લાખો રૂપિયાનું સોનું સેરવ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના બાજવા ખાતે હિપ્નોટાઇઝ (HYPNOTISE) કરીને લાખો રૂપિયાનું સોનાનું કડું લઇને ફરાર થઇ ગયા હોવાની ઘટના જવાહરનગર પોલીસ મથકે (JAWAHAR POLICE STATION) પહોંચી છે. બાજવામાં રોડ પર રમકડાંનો સ્ટોર આવેલો છે. અહિંયા બેસતા વર્ષે જ આ પ્રકારના હાથસફાઇના શિકાર આધેડ બન્યા છે. ભોગ બનનાર સરપંચના પરિચીચ થાય છે. એક તરફ તસ્કરોની અફવાહ, બીજી તરફ તસ્કરોના બિંદાસ્ત આંટાફેરા અને હવે બાદમાં હિપ્નોટાઇઝ કરીને હાથફેરો કરવાની ઘટના, દિવસેને દિવસે પોલીસની મહેનત વધારતી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનામાં ફરિયાદીએ 12 તોલાનું સોનાનું કડું ગુમાવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.
બધા પૈસાની નીચે કડું મુકી દીધું
રમકડાંની દુકાન ધરાવતા અનુપભાઇ પટેલએ જણાવ્યું કે, બેસતા વર્ષના દિવસે મેં દુકાન ખોલી હતી. ત્યારે એક ભાઇ આવ્યા અને તેમણે મારી પાસે એનિમલ સેટ માંગ્યો હતો. જેથી મેં તેમને બતાવ્યો, જે પસંદ પડતા તેમણે ખરીદી લીધો હતો. બાદમાં તેણે મને વીટી બતાવી, અને મારૂ કડું જોયું. બાદમાં મને કહ્યું કે, અમે દુકાનમાં પુજા કરીએ છીએ. તેણે બાદમાં કડું મારા ગલ્લામાં મુક્યું હતું. બધા પૈસાની નીચે કડું મુકી દીધું. ત્યાર બાદ ગલ્લો બંધ કરીને તેઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ મને કોઇ આઇડીયા જ આવ્યો ન્હતો.
150 રૂ. ની ખરીદી કરી. પછી મને કંઇ ખબર પડી જ ન્હતી
વધુમાં તેમણે જણાવ્યું કે, ગલ્લો બંધ કરીને તે સીધો જતો રહ્યો હતો, જતા મને કહ્યું કે, ત્રણ મિનિટ પછી ખોલજો, હું પાંચ મીનીટમાં પાછો આવું છું. તેના ગયા પછી મને ધ્યાન આવ્યું એટલે તુરંત મેં ગલ્લો ખોલીને જોયું તો તેમાં કડું ન્હતું. તે પછી હું તુરંત બહાર ગયો ત્યારે તેઓની મને કોઇ ભાળ મળી ન્હતી. તેણે આવીને 150 રૂ. ની ખરીદી કરી. પછી મને કંઇ ખબર પડી જ ન્હતી. તેઓ જે કંઇ કહેતા ગયા તેવું હું કરતો ગયો. તેમણે મને હિપ્નોટાઇઝ કરી દીધું હોય મને લાગ્યું હતું. બીજા દિવસ સુધી મારૂ માથુ ભારે રહ્યું હતું. બાદમાં મેં આજુબાજુમાં પણ પુછ્યું હતું. પરંતુ કોઇનું ધ્યાન તેમના પર ગયું ન્હતું. બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. તેઓ હિન્દીમાં વાત કરતા હતા. તેઓ ગુજરાત બહારના હોઇ શકે છે. આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો -- VADODARA : લીવ ઇન પાર્ટનરે મનઘડંત આરોપો મુકી ઝઘડો કરતા યુવતિએ મોત વ્હાલુ કર્યું