Toyotaએ ફોર્ચ્યુનરનું સ્પોર્ટ્સ વેરિઅન્ટ ભારતમાં કર્યું લોન્ચ , જાણો શું છે કિંમત
ટોયોટાએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય SUV ફોર્ચ્યુનરનું સ્પોર્ટ મોડલ લોન્ચ કર્યું છે. નવા GR-S વેરિઅન્ટની પ્રારંભિક કિંમત ₹48.43 લાખ (એક્સ-શોરૂમ) છે. નવા વેરિઅન્ટને લિજેન્ડરી ટ્રીમ કરતાં પણ વધુ કિંમત આપવામાં આવી છે. જે અગાઉ લાઇનઅપમાં ટોપ-સ્પેક મોડલ હતું. ફોર્ચ્યુનર GR-S ડીઝલ 4×4 AT ટ્રીમ પર આધારિત સિંગલ, ફુલ-લોડેડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.નવી ફોર્ચ્યુનર GR-S મોડલમાં ઘણા નવા અપડેટ
ટોયોટાએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય SUV ફોર્ચ્યુનરનું સ્પોર્ટ મોડલ લોન્ચ કર્યું છે. નવા GR-S વેરિઅન્ટની પ્રારંભિક કિંમત ₹48.43 લાખ (એક્સ-શોરૂમ) છે. નવા વેરિઅન્ટને લિજેન્ડરી ટ્રીમ કરતાં પણ વધુ કિંમત આપવામાં આવી છે. જે અગાઉ લાઇનઅપમાં ટોપ-સ્પેક મોડલ હતું. ફોર્ચ્યુનર GR-S ડીઝલ 4×4 AT ટ્રીમ પર આધારિત સિંગલ, ફુલ-લોડેડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
નવી ફોર્ચ્યુનર GR-S મોડલમાં ઘણા નવા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં બ્લેક-આઉટ એલોય વ્હીલ્સ અને ડ્યુઅલ-ટોન રેડિયેટર ગ્રિલ આપવામાં આવી છે. જે લુકને વધુ સ્પોર્ટી બનાવે છે.
આ ઉપરાંત ગ્રિલ, ફેન્ડર અને બુટ લીડ પર GR બેજ આપવામાં આવ્યા છે. સ્પોર્ટીયર એક્સટીરીયર થીમમાં લાલ સ્ટીચીંગ સાથે બ્લેક ઈન્ટીરીયર, સ્ટીયરીંગ વ્હીલ સ્ટાર્ટ-સ્ટોપ બટન પર જીઆર બેજીંગ, નવા ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સ્પોર્ટીયર દેખાતા પેડલ્સનો સમાવેશ થાય છે.
આપવામાં આવ્યા છે આ ખાસ ફીચર
ફોર્ચ્યુનર રેસિંગ સ્પોર્ટ વેરિઅન્ટની કેટલીક વિશેષતાઓમાં ક્વોડ-એલઇડી હેડલેમ્પ્સ, એલઇડી ફોગ લાઇટ્સ, 7 એરબેગ્સ, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ ORVM, EBD સાથે ABS, પાવર્ડ ટેલ-ગેટ, ક્રૂઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. Apple CarPlay અને Android Auto સાથે 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્રાઇવ મોડ્સ (ઇકો, નોર્મલ અને સ્પોર્ટ) આપવામાં આવ્યા છે.
નવી SUVના એન્જિન વિશે વાત કરીએ તો, તેમાં 2.8-લિટર, 4-સિલિન્ડર, ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 201 bhpનો મહત્તમ પાવર અને 500 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. નવી એસયુવીના કલર વિકલ્પોમાં એટીટ્યુડ બ્લેક અને વ્હાઇટ પર્લ ક્રિસ્ટલ શાઇનનો સમાવેશ થાય છે.
Advertisement