VADODARA : સસ્પેન્ડેડ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટની મુશ્કેલીઓ વધશે
VADODARA : વડોદરા (VADODARA) ના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટ (SUSPENDED FIRE OFFICER VADODARA - PARTH BRAHMBHATT) ની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વડોદરાના જાગૃત નાગરિક અને મહિલા વકીલ દિપીકા મેઘવાણી દ્વારા નવાપુરા પોલીસ મથકના પીઆઇને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેઓ પાર્થ બ્રહ્મભટ્ટ વિરૂદ્ધમાં ભારત ન્યાય સંહિતા અધિનિયમ - 2023 ની કલમ 318,316 (2), 336, 340, 54 મુજબ આરોપીઓ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમની કલમ - 173 મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.
સ્પોન્શરશીપ લેટરની કોઇ જ ખરાઇ કરવામાં આવી નથી
ઉપરોક્ત અંગેની માંગ સામેના કારણો રજુ કરતા તેઓ જણાવે છે કે, પાર્થ બ્રહ્મભટ્ટને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હાલ સસ્પેન્ડેડ છે. તેઓએ બોગસ સ્પોન્શનરશીપ અંગેની તપાસ કરતા એક હકીકત બહાર આવી કે, પાર્થ બ્રહ્મભટ્ટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નાગપુર નેશનલ ફાયર સર્વિસમાં એડમિશન લેતા સમયે સુતરની ખાનગી કંપનીનો સ્પોન્શરશીપ લેટર મુક્યો હતો. જેના આધારે તેઓનો એડમિશન મળી ગયું હતું. પરંતુ આવી કોઇ કંપની તંત્રના ચોપડે નોંધાયેલી ના હોવાનો ભાંડાફોડ થયો છે. હદ તો ત્યારે થઇ જ્યારે કોલેજના સર્ટીફીકેટના આધારે વર્ષ - 2012 માં પાર્થ બ્રહ્મભટ્ટની સીધી ભરતી પણ કરી દેવામાં આવી છે. જેમાં સ્પોન્શરશીપ લેટરની કોઇ જ ખરાઇ કરવામાં આવી નથી. આમ તેઓએ બોગસ દસ્તાવેજોના આધારે નોકરી મેળવી છે.
રાજ્ય સરકાર સાથે છેતરપીંડિ, વિશ્વાસ ઘાત કરીને ગંભીર ગુનો આચર્યો
પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા રાજ્ય સરકાર પાસેથી રૂ. 12 લાખનો પગાર મેળવીને છેતરપિંડી કરવામાં આવી છે. તે અંગેની જાણ ઉપલા અધિકારીને હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી કરી નથી. જેથી તેમણે મદદગારી કરી હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. આમ, પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા રાજ્ય સરકાર સાથે છેતરપીંડિ, વિશ્વાસ ઘાત કરીને ગંભીર ગુનો આચર્યો છે. જેથી તેની સામે પ્રથમ કોગ્નીઝેબલ ગુનો દાખલ કરવાની લેખિત ફરિયાદ આપવામાં આવી છે. જેની નકલ સી ડીવીઝનના એસીપી એ.પી. રાઠવાને પણ રવાના કરવામાં આવી છે. જો આ મામલે ફરિયાદ નોંધાયે તો પાર્થ બ્રહ્મભટ્ટની મુશ્કેલીઓ વધી શકે છે. તે વાત નિશ્ચિત છે.
આ પણ વાંચો -- VADODARA : એક જ જગ્યાએ બીજી વખત ભૂવો પડતા નબળી કામગીરી ખુલ્લી પડી