પાર્થ ચેટર્જી અને અર્પિતાની મુશ્કેલી વધી, કોર્ટે 18 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલી અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી વિરુદ્ધ પણ ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને તેમની સહાયક અર્પિતા મુખર્જીને આજે કોલકાતાની સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે બંનેને 18 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અગાઉ, કોલકાતાની વિશેષ અદાલતે બુધવારે પૂર્વ મંત્રીઓ પાર્થ ચેટરજી અને અર્પિતા મુખર્જીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ED કસ્ટડી 5 ઓગસ્ટ સુધી લંબાવી હતી. આજે બંનેની કસ્ટડીનો સમય પૂરો થયો હતો.
पश्चिम बंगाल के पूर्व मंत्री पार्थ चटर्जी कोलकाता में सिटी सेशंस कोर्ट से रवाना हुए।
उन्हें SSC भर्ती घोटाले के सिलसिले में 18 अगस्त तक न्यायिक हिरासत में भेज दिया गया है। pic.twitter.com/iAD7b7f9m7
— ANI_HindiNews (@AHindinews) August 5, 2022
પાર્થ ચેટરજી અને તેની સહયોગી અર્પિતા ચેટર્જીની 25 જુલાઈએ સ્કૂલ ટીચરની ભરતી કેસની તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આજની સુનાવણીમાં અર્પિતા મુખર્જીના વકીલે કહ્યું કે તેના જીવને પણ જોખમ છે
પાર્થ ચેટરજીના વકીલની દલીલ
બીજી તરફ, પાર્થ ચેટર્જીના વકીલે કહ્યું કે જ્યારે 22 જુલાઈએ EDએ આ કેસમાં તેમના ઘર પર દરોડા પાડ્યા હતા, ત્યારે કંઈ મળ્યું ન હતું. ચેટરજીના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. EDએ આનો વિરોધ કરતા કહ્યું કે, તેઓની કસ્ટડી જરૂરી છે. પાર્થ ચેટર્જીના વકીલે કહ્યું કે આ કેસમાં હજુ તેમની વિરુદ્ધ કંઇ બહાર આવ્યું નથી અને ન તો કોઈએ કહ્યું છે કે તેમણે લાંચ માંગી છે.
અર્પિતા મુખર્જી પાસેથી મળ્યા હતા કરોડો રૂપિયા
આ કેસમાં અગાઉ EDએ અર્પિતા મુખર્જીના અનેક ઠેકાણે દરોડા પાડીને લગભગ 50 કરોડ રૂપિયા રોકડ અને સોનું રિકવર કર્યું છે. EDને શંકા છે કે આ રકમ શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. જ્યારે આ કથિત કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા. પાર્થ ચેટર્જીએ જપ્ત થયેલી રોકડ વિશે કહ્યું છે કે તે પૈસા તેમના નથી. પાર્થ ચેટરજીને બંગાળ કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટીએમસીએ પણ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.