Amazon-Flipkart પર મુસીબત! સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, મોનોપોલીનો લગાવ્યો આક્ષેપ
Amazon-Flipkart News: મોનોપોલી કાયમ કરવાના પ્રયાસના આરોપોનો સામનો કરી રહેલી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પર હવે કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતા છે. તેના પર કેમ્પીટિટિવ માર્કેટ ખતમ કરવાનો પ્રયાસ કર્યા હોવાનો આરોપ છે.
Amazon-Flipkart: પોતાની ઇ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મોનોપોલી કાયમ કરવાના પ્રયાસો સહી રહેલા એમેઝોન અને ફ્લિકપાર્ટ જેવી કંપનીઓ પર હવે કાયદેસરનો સકંજો કસાશે. આ બંન્ને કંપનીઓ પર કેટલીક ખાસ કંપનીની પ્રોડક્ટને જ ઉત્તેજના આપવાનો આરોપ છે. સમગ્ર દેશમાં આવેલી એવી ફરિયાદો અંગે કોમ્પીટિશન કમીશન ઓફ ઇન્ડિયાએ તપાસ કરી હતી. હાલ આ મામલો કોર્ટના હવાલે છે.
આ પણ વાંચો : Ahmedabad: પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલનો કરસનભાઈ કરોડપતિને સણસણતો જવાબ
સુપ્રીમ કોર્ટે એક જ કોર્ટમાં સુનાવણીનો આદેશ આપ્યો
કંપીટિશન કમીશને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે, આ તમામ મામલે સુનાવણી એક જ સ્થળે અથવા તો સુપ્રીમ કોર્ટ અથવા તો દેશની કોઇ હાઇકોર્ટમાં થાય. સુપ્રીમ કોર્ટે કમીશનની અપીલનો સ્વીકાર કરતા એમેઝોન-ફ્લિપકાર્ટની વિરુદ્ધ આવેલી આ પ્રકારની તમામ ફરિયાદોને કર્ણાટક હાઇકોર્ટને રેફર કરી દીધો છે. કર્ણાટક હાઇકોર્ટના ધારવાડ બેંચમાં તેની સુનાવણી થશે. બીજી તરફ સિંગલ બેંચને આ અંગે ચુકાદો આપવા માટે પણ જણાવ્યું છે.
ખોટી વ્યાપારિક પ્રેક્ટિસ વિરુદ્ધ 24 ફરિયાદો
એમેઝોન અને ફ્લિપકાર્ટની વિરુદ્ધ ખોટા વ્યાપારી પ્રેક્ટિસને વધારવાનો આરોપ સાથે સમગ્ર દેશમાંથી 24 ફરિયાદો અલગ અલગ જગ્યાઓ પરથી મળી હતી. સુપ્રીમ કોર્ટે આ તમામ પિટીશનને કર્ણાટક હાઇકોર્ટને મોકલી દીધા છે. જસ્ટિસ અભય ઓકા અને પંકજ મિત્તલની ખંડપીઠે આ પ્રકારનો આદેશ આપ્યો છે. જે અંગે આરોપો લાગેલી બંન્ને ઇકોમર્સ કંપનીઓ માટે પણ તૈયાર છે. એમેઝોન-ફ્લિપકાર્ટની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવતા પિટીશન દિલ્હી, પંજાબ, હરિયાણા, કર્ણાટક અને અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ થઇ છે.
દિલ્હી વ્યાપાર સંઘે પણ લગાવ્યા હતા આરોપ
દિલ્હી વ્યાપાર સંઘે પણ બંન્ને કંપનીઓ વિરુદ્ધ વ્યાપારી પ્રતિયોગિતા ખતમ કરવાના કાવત્રાના આક્ષેપ કર્યા હતા. ખાસ કરીને મોબાઇલ ફોન વેચવાના મામલે કંપીટિશન એક્ટ 2002 ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. કોમ્પિટિશન કમીશને ઓગસ્ટમાં આ મામલે તપાસ પૂર્ણ કરી અને બંન્ને કંપનીઓને એંટીટ્રસ્ટ લૉના ઉલ્લંઘન માટે દોષીત ઠેરવ્યા હતા. જેમાં સામે આવ્યું કે, બંન્ને કોમર્સ પ્લેટફોર્મ માત્ર સેમસંગ અને વીવોના જ સ્મારફોનને પોતાની વેબસાઇટ પર લોન્ચ કરે છે. આ પ્રકારે બંન્ને ઇ કોમર્સ પ્લેટફોર્મ રેગ્યુલેશનને પડકારી રહ્યા છે.
આ પણ વાંચો : RBI એ બદલ્યો નિયમ: એક કરતા વધારે લોન હોય તેવા લોકોની વધશે મુશ્કેલી