Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google પર ભારતે લગાવ્યો રૂ. 1,337 કરોડનો દંડ, જાણો કેમ ફટકાર્યો આટલો દંડ

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ સુવિધા પૂરી પાડતી અમેરિકન કંપની Google પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસના વાતાવરણમાં બજારમાં મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. ટ્વીટ કરી આપી જાણકારીકોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અયોગ્ય વ્યાપારીક àª
google પર ભારતે લગાવ્યો રૂ  1 337 કરોડનો દંડ  જાણો કેમ ફટકાર્યો આટલો દંડ
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ સુવિધા પૂરી પાડતી અમેરિકન કંપની Google પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસના વાતાવરણમાં બજારમાં મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. 
ટ્વીટ કરી આપી જાણકારી
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અયોગ્ય વ્યાપારીક ગતિવિધિઓને અટકાવવા નિર્દેશ આપ્યો છે. આયોગે ગુરુવારે એક સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું કે ગૂગલને પણ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની કામગીરીમાં ફેરફાર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. CCI ઇન્ડિયાએ ટ્વીટ કરી માહિતી આપી છે કે, "એન્ડ્રોઇડ મોબાઇલ ઉપકરણ ઇકોસિસ્ટમમાં અનેક બજારોમાં પોતાની સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને દંડ કરવામાં આવ્યો છે."
અગાઉ પણ થઈ ચુક્યો છે દંડ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ CCI આદેશ પ્રમાણે 8 ફેબ્રુઆરી 2018માં પણ ગૂગલ પર રૂ. 135.86 કરોડનો દંડ ફટકાર્યો હતો. તે સમયે પણ તેની પાછળ CCIએ ગૂગલને ઓનલાઈન સર્ચ અને જાહેરાચ બજારમાં પોતાની સ્થિતિનો દૂરઉપયોગ માટે દોષિ ઠેરવ્યા હતા.
Advertisement

Tags :
Advertisement

.