ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : દારૂના કટીંગ ટાણે SMC ના દરોડા, અધિકારીએ સ્વબચાવમાં ફાયરીંગ કર્યું

VADODARA : દારૂ ભરેલા કન્ટેનરમાં બુટલેગરે બે નંબર પ્લેટ રાખી, તે પૈકીને એક નંબર પ્લેટ મહારાષ્ટ્ર પાર્સિંગની અને અન્ય ગુજરાત પાર્સિંગની મળી આવી
11:37 AM Dec 28, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : 31, ડિસે પહેલા બુટલેગરોનો ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા વડોદરા (VADODARA) ના દરજીપુરામાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં કન્ટેનર ભરેલા વિદેશી દારૂના કટીંગ સમયે જ એસએમસીની ટીમો ત્રાટકી હતી. આ દરોડામાં ગ્રામજનોએ વિરોધ કરતા એસએમસીના પીઆઇએ સ્વબચાવમાં બે રાઉન્ટ ફાયરીંગ કર્યું હોવાનું હાલ તબક્કે સપાટી પર આવી રહ્યું છે. આ ઘટનામાં રૂ. 22.69 લાખના વિદેશી દારૂ સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે. અને 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ પૈકી કેટલાય લિસ્ટેડ બુટલેગર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

સ્વબચાવમાં પીઆઇ ખાંટ દ્વારા બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું

વડોદરાના હરણી પોલીસ મથક (HARNI POLICE STATION - VADODARA) માં આવેલા દરજીપુરા વિસ્તારમાં ગતરાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દારૂના કટીંગ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ખુલ્લી જગ્યામાં મોટા કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. તેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ ખાંટના નેતૃત્વમાં ટીમો સપાટો બોલાવ્યો હતો. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, દરોડા ટાણે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી સ્વબચાવમાં પીઆઇ ખાંટ દ્વારા બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

મુખ્ય આરોપી ઝુબેર સફીક મેમણ સહિત 8 ફરાર

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂ. 22.69 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, રૂ. 40 લાખની કિંમતનું કન્ટેનર, રોકડા અને મોબાઇલ સહિત કુલ મળીને રૂ. 62.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં ટીમે મક્કમ રહીને વિરોધનો સામનો કર્યો હતો. જેથી ફિરોઝ યાકુબ દિવાન (રહે. આજવા રોડ, વડોદરા), અલ્તાફ યાકુબહુસૈન દિવાન (રહે. યાકુતપુરા, વડોદરા) અને રતનસિંગ જબ્બરસિંગ સોઢા (રહે. એકતાનગર, આજવા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ઝુબેર સફીક મેમણ (રહે. વાડી, વડોદરા) તથા ઝુબેર ઉર્ફે જાડીયો, ઇનોવા કાર ચાલક અને ઝુબેરના પાંચ શ્રમિકો મળીને 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ પૈકી કેટલાક લિસ્ટેડ બુટલેગર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં મુદ્દામાલ લાવવામાં આવ્યો છે. અને અહિંયા પ્રોહીબીશન સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બુટલેગરે બે નંબર પ્લેટ લગાડીને ચાલાકી વાપરી

આ દરોડામાં જે કન્ટેનરને જપ્ત કરવામાં આવ્યું છે. તેમાં બુટલેગરે બે નંબર પ્લેટ રાખી હોવાનું સામે આવ્યું છે. તે પૈકીને એક નંબર પ્લેટ મહારાષ્ટ્ર પાર્સિંગની જોવા મળી રહી છે. જ્યારે અન્ય એક નંબર પ્લેટ ગુજરાત પાર્સિંગની હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ઝાંસામાં લેવાની બુટલેગરની ચાલાકી ઉંધી પડી છે. અને દરોડામાં દારૂના મોટા જથ્થા સહિત વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.

ચકચારી ઘટના બાદ હરણી પોલીસ પર કાર્યવાહીની શક્યતાઓ

વડોદરાના દરજીપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર કાર્યવાહી દરમિયાન હુમલાની ઘટના ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પીઆઇ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આટલી મોટી ઘટનામાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનું ખુલ્લુ પડ્યું છે. જેને ધ્યાને રાખીને આવનાર સમયમાં હરણી પોલીસ મથકમાં કાર્યરત પોલીસ જવાનોએ બદલીનો સામનો કરવો પડે તો નવાઇ નહીં.

આ પણ વાંચો -- VADODARA : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનો અંત પોલીસ મથકમાં

Tags :
ArrestcellcuttingfaceFROMGujarat FirstGujarat NewsGujarati NewsillegalliquorlocalmonitoringOPPOSEPeopleRaidstatethreeVadodara