Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાના સોલીડ વેસ્ટના વાહનોની બેદરકારી સામે પૂર્વ મેયરનો મોરચો

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VADODARA - VMC) ના સોલીડ  વેસ્ટ મેનેજમેન્ટની વિભાગના વાહનોની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના વિવિધ ઝોનમાંથી કચરો ભરી બરોડા ડેરીથી લઈ જાંબુઆ જતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. આ ગાડીઓમાં લઇ...
vadodara   પાલિકાના સોલીડ વેસ્ટના વાહનોની બેદરકારી સામે પૂર્વ મેયરનો મોરચો

VADODARA : વડોદરા (VADODARA) પાલિકા (VADODARA - VMC) ના સોલીડ  વેસ્ટ મેનેજમેન્ટની વિભાગના વાહનોની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના વિવિધ ઝોનમાંથી કચરો ભરી બરોડા ડેરીથી લઈ જાંબુઆ જતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. આ ગાડીઓમાં લઇ જવાતો કચરો પડતા રોડ ચીકણો થવાના કારણે વાહનો સ્લીપ થતા લોકોમાં પણ રોષ ફેલાયો છે. ત્યારે, પૂર્વ મેયરે આ ગાડીઓ અટકાવી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનોની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement

પાલિકાની બેદરકારી છતી કરી

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો ભરીને જતા ડમ્પરો નિયત રૂટ મુજબ માત્ર એક રૂટ ઉપરથી પસાર થતાં પૂર્વ મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. બરોડા ડેરીથી તરસાલી તરફ જતા માર્ગ ઉપર પૂર્વ મેયર નિલેશ રાઠોડ એ સ્થાનિક રહીશોએ સાથે એકત્ર થઈ પસાર થતાં પાંચથી વધુ કચરા ભરેલા ડમ્પરોને અટકાવી પાલિકાની બેદરકારી છતી કરી હતી. અને તંત્ર સામે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો.

બરોડા ડેરીના ટેમ્પાનો પણ એટલો જ ત્રાસ છે

પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, બરોડા ડેરીથી લઈને ટૂંકમાં જ્યાંથી નીકળ્યું હંમેશા ત્યાંથી લઈને અહીં સુધી ચાલુ છે. પહેલા રજૂઆત કરી ચૂક્યો છું અધિકારીઓએ કોન્ટેક્ટરોને સૂચના આપી છે કે, તમારે સાઉથ ઝોનના ગાડી નંબર સાથે કે આટલા જ નંબરની ગાડીઓ આ રૂટ ઉપરથી જશે, છતાં વારંવાર કોન્ટેક્ટરોને કહેવા છતા નથી માન્યા. આખા દિવસમાં અમે એક દિવસ સર્વે કર્યો સાતથી નવ મિનિટ ની અંદર ઘણીવાર તો ત્રણ મિનિટની અંદર એક એક ગાડી અહીંથી પસાર થાય છે. ગાડીઓમાં એટલી દુર્ગંધ મારે છે. સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો પણ એટલો જ ત્રાસ છે. એ લોકોની ત્યાં પણ એમનો ટેમ્પો નીકળે એટલા કાળા ધુમાડા ટેમ્પો માંથી નીકળી રહ્યા છે જ્યારે રોડ આટલો સરસ હોય વોકિંગ ટ્રેક આટલો સરસ હોય અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો અમને રજૂઆત કરે પછી કંટાળીને અમારે જ્યારે અમને સૂચના આપ્યા પછી પણ એ લોકો કામ ન કરતા હોય તો અમારા જાતે આ કામગીરી કરવી પડે છે.

Advertisement

બીજા એક્શનો અમે લઈશું

વધુમાં તેમણે જણાવ્યું કે, આ રોડ પરથી આ વાહનોના કારણે બીજા અન્ય વાહનો ઘણા સ્લીપ થાય છે. આખો રોડ ચીકણો થઈ જાય છે. જે આ આખો પટ્ટો આ સોલીડ વેસ્ટ ભરેલો ગાડીઓનો જાય છે, તેના કારણે આ એક સાઇડનો આખો રોડ ચીકણો થઈ જાય છે. પહેલા કીધું હતું પણ કર્યું નહીં હવે એક્શન લીધી છે અને હવે પછી પણ નહીં સુધરે તો બીજા એક્શનો અમે લઈશું. અમને ઓફિશિયલી ગાડી ના રૂટ ના નંબર આપવામાં આવ્યા છે, બરોડા ડેરીથી તરસાલી આ રૂટની આટલી આ નંબરની ગાડીઓ જશે. જે અમારા સાઉથ ઝોનનો કચરો છે. જે ગાડીઓ અહીંથી જાય તો અમને કોઈ વાંધો નથી, પણ તમામ વડોદરા શહેરની ગાડીઓ આ રૂટ ઉપરથી જાય છે. એનો અમારે સખત વિરોધ છે.

મુજમહુડા અમારો રૂટ છે

તો બીજી તરફ આ મામલે ચાલકે જણાવ્યું કે, મુજમહુડાથી ભરીને જાંબુઆ ખાલી કરવા જઈ રહ્યા હતા. અમારે રૂટનું ખબર નથી. આ રસ્તેથી બધી ગાડીઓ નીકળે છે. એના માટે અમે અહીંથી જઈએ છીએ. મુજમહુડા અમારો રૂટ છે. જ્યારે અન્ય એક ચાલકે જણાવ્યું હતું કે અમે જેતલપુરથી આવ્યા છે. એક ચાલકે તો કીધું કે લાયસન્સ છે પણ મોબાઈલમાં છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પોલીસમાં અરજી કર્યાની અદાવતે મધરાત્રે મગજમારી

Tags :
Advertisement

.