Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ અને ગોંડલમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા મધરાતે વાહન ચેકિંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની તડામાર તૈયારી ચાલી રહી છે. જેના ભાગરુપે વહિવટીતંત્ર પણ એલર્ટ બની ગયું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ (Rajkot) શહેર- ગ્રામ્ય અને ગોંડલ (Gondal) વિધાનસભા મતક્ષેત્રમાં મંગળવારે રાત્રે ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન  વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન ચેકિંગરાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને àª
રાજકોટ અને ગોંડલમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા મધરાતે વાહન ચેકિંગ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની તડામાર તૈયારી ચાલી રહી છે. જેના ભાગરુપે વહિવટીતંત્ર પણ એલર્ટ બની ગયું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ (Rajkot) શહેર- ગ્રામ્ય અને ગોંડલ (Gondal) વિધાનસભા મતક્ષેત્રમાં મંગળવારે રાત્રે ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન  વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. 

ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય અને ગોંડલ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મંગળવારે રાત્રે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમ વગેરેએ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. 
રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ ગ્રામ્ય અને  ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં 3 ફ્લાઈંગ સ્કવોર્ડ અને 3 એસ.એસ.ટી.ની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ તેમજ પેટ્રોલીંગ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે. 

વિવિધ સ્થળોએ ચેકિંગ
આ સાથે જ બેડી ચોકડી અને મોરબી રોડ ખાતે તથા કાલાવડ રોડ ખાતે મંગળવારે રાત્રે રિટર્નિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એસએસટી - સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્રારા સરપ્રાઇઝ ચેકીંગ કરાયું હતું. આ કામગીરીમાં વિડિઓ સર્વેલન્સ, વિડિઓ વ્યુઈગ, ફ્લાઈંગ સ્કવોડ વગેરે સામેલ હતી.
8 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનશે
બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈને મતદાતાઓ લોકશાહીના પર્વમાં જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિભર્યા સંદેશા સાથે જિલ્લાની 8 વિધાનસભાની બેઠકોમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના કરવામાં આવશે. જિલ્લાની 8 વિધાનસભા બેઠક દીઠ દરેક બેઠકમાં એક પ્લાસ્ટીકમુક્ત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.
આ સ્થળે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક
રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તાર અન્વયે  - રાજકોટ ઈસ્ટ ઝોનમાં ભાવનગર રોડ ખાતેની ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના રૂમ નંબર ૧, રાજકોટ વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા ખાતેના આર.એમ.સી. વોર્ડ નંબર ૧,  રાજકોટ સાઉથ ઝોનમાં અંબાજી કડવા પ્લોટમાં આવેલી આર.એમ.સી. સ્કૂલ નંબર ૬૯ના નવા બિલ્ડીંગના રૂમ નંબર ૦૩,  રાજકોટ ગ્રામ્યમાં ૭ - રામનગર પ્રાથમિક શાળાના રૂમ નં.૧,  જસદણમાં ૧૦૨, ચિતલીયા નવી પ્રાથમિક શાળા, અર્જુન બ્લોક, ચિતલીયા, ગોંડલમાં ૧૦૭ - અટલ જનસેવા કેન્દ્ર, જેલ ચોક, ગોંડલ,  જેતપુરમાં ૧૩૧ - કાગવડ - ૨, પ્રાથમિક શાળા, કાગવડ, - ધોરાજીમાં ઉપલેટાની ટી. જે.ગર્લ્સ હાઈસ્કુલ, ઉપલેટા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
BAPS

સુરતમાં સિઝનલ ફ્લ્યૂના કેસમાં સતત વધારો, એક્શન મોડમાં સિવિલ તંત્ર

featured-img
BAPS

પગાર માંગવા ગયેલા કર્મચારીને માલીકે બચકું ભરી લીધું, જાણો વડોદરાનો વિચિત્ર કિસ્સો

featured-img
BAPS

સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે

featured-img
BAPS

સુરતમાં નીમ કોટેડ યુરીયાની 250 ગુણો ઝડપાઇ

featured-img
BAPS

સુરત શહેરમાં ભારે પવન સાથે પડ્યા બરફના કરા, ખેડૂતો થયા ચિંતિત

featured-img
BAPS

ઉનાળાનો પ્રારંભ થતાં જ સુરત પ્રાણી સંગ્રહાલયમાં અલાયદી વ્યવસ્થા કરાઇ

×

Live Tv

Trending News

.

×