Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી (SAVLI - VADODARA) ના વકીલપુરા ગામે કંપનીની પાછળનવા પતરાના રૂમમાં યુવન નિંદ્રાધીન હતો. દરમિયાન તેના ગાલે સાપે દંશ દીધો હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં યુવકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો...
vadodara   નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી (SAVLI - VADODARA) ના વકીલપુરા ગામે કંપનીની પાછળનવા પતરાના રૂમમાં યુવન નિંદ્રાધીન હતો. દરમિયાન તેના ગાલે સાપે દંશ દીધો હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં યુવકને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને અન્યત્રે વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવતા ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સાવલી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રીફર

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ચરરાામ તમાચીયારામ મેઘવાડ (ઉં 19 વર્ષ) (રહે. દેદુસર, ચોહટન, બાડમેર - રાજસ્થાન) વકીલપુરા ગ્રીન પ્લાય કંપનની પાછળ આવેલા પતરાના રૂમમાં નિંદ્રાધીન હતા. દરમિયાન ચતરારામના મોઢાના જમણી બાજુ પર સાપ કરડ્યાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

હેડ કોન્સ્ટેબલને તપાસ

આ ઘટના અંગે કમાલખાન નીયાલખાન સિંધી એ સાવલી પોલીસ મથકમાં અકસ્માતે નોંધની ફરિયાદ નોંધાવી છે. જે બાદ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ ભલજીભાઇને સોંપવામાં આવી છે.

Advertisement

ચોમાસામાં સરિસૃપો મોટી સંખ્ચામાં જોવા મળે

વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં સાપ, મગર, અજગર રહેણાંક વિસ્તારોમાં નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં માનવ અને સપિસૃપો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ બનતી હોય છે. ચોમાસા સિવાય વર્ષ દરમિયાન આ પ્રકારની ઘટનાો ઓછા પ્રમાણમાં સામે આવે છે.

આ પણ વાંચો -- Panchmahal: ડાળી કાપવાના વાંકે યુવકને તાલિબાની સજા આપી મોત ઘાટ ઉતાર્યો

Advertisement

Tags :
Advertisement

.