Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પોલીસમાં અરજી કર્યાની અદાવતે મધરાત્રે મગજમારી

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલીમાં ડીઝલના ધંધાને લઇને પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીનો વાદ લઇને મધરાત્રે મજરમારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવવા પામી છે. આમાં આધેડે પોતાના જ કૌટુંબીક બે શખ્સો સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી...
vadodara   પોલીસમાં અરજી કર્યાની અદાવતે મધરાત્રે મગજમારી

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલીમાં ડીઝલના ધંધાને લઇને પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીનો વાદ લઇને મધરાત્રે મજરમારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવવા પામી છે. આમાં આધેડે પોતાના જ કૌટુંબીક બે શખ્સો સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કોણ હોર્ન મારી રહ્યું છે

સાવલી પોલીસ મથકમાં રણજીતસિંહ ધુળસિંહ પરમાર (રહે, પ્રતાપપુરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 25, જુલાઇ - 24 ના રોજ તેઓ ઘરે હાજર હતા. તેવામાં રાત્રે પોણા બાર વાગ્યાના આરસામાં વિક્રમસિંહ રતનસિંહ પરમાર (રહે. પ્રતાપપુરા, ડેસર) તથા રાજદીપસિંહ રામસિંહ પરમાર (રહે. જશોદા નગર, સાવલી) તેમને કુટુંબી થાય છે, તેઓ કાર લઇને ઘરે આવ્યા હતા. અને ઘરના ગેટ પાસે સતત હોર્ન મારી રહ્યા હતા. જેથી અત્યારે કોણ આવ્યું અને કોણ હોર્ન મારી રહ્યું છે, તે જાણવા તેઓ બહાર નિકળ્યા હતા.

બેફામ વર્તન ચાલુ રાખ્યું

ઘર બહાર નિકળતા બંને દેખાયા હતા. અને બંનેએ બેફામ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. જેથી પાડોશી પણ ઉઠીને દોડી આવ્યા હતા. દરમિયાન બંનેને ગાળો બોલતા અટકાવવા જતા વિક્રમસિંહે કહ્યું કે, તે અમારા વિરૂદ્ધમાં ડીઝલના ધંધા બંધ કરાવવા માટે પોલીસમાં અરજી કરી છે. બાદમાં બંનેએ ઉશ્કેરાઇને બેફામ વર્તન ચાલુ રાખ્યું હતું. તે પછી બંનેએ ધમકી આપી કે, અમારૂ નામ લઇશ તો તમે જીવતો નહીં છોડીએ. જો કે, આ ઘટનાક્રમ સમયે સોસાયટીના રહીશો ઉઠી જતા બંને ત્યાંથી નાસી છુટ્યા હતા.

Advertisement

બે સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે વિક્રમસિંહ રતનસિંહ પરમાર (રહે. પ્રતાપપુરા, ડેસર) તથા રાજદીપસિંહ રામસિંહ પરમાર (રહે. જશોદા નગર, સાવલી) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ સાવલી પોલીસે બંને આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદીના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય છે. કાકા-ભત્રીજા વચ્ચે નો મામલો હવે પોલીસ મથક પહોંચ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : કરોડોના ખર્ચે બનેલા છાણી બ્રિજનો મેકઅપ ઉતર્યો

Advertisement

Tags :
Advertisement

.