VADODARA : પ્રેમીકાને મળવા ગયેલા પરિણીત યુવકનો મૃતદેહ મળ્યો
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ચાણોદ પોલીસ મથક (CHANDOD POLIE STATION) માં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે. જેમાં જણાવ્યા અનુસાર, મૃતક તેની પ્રેમિકાને મળવા ગયો હતો. દરમિયાન બંને વચ્ચે કોઇ કારણોસર બોલવાનું થયું હતું. જે બાદ તેન તલાવ કેનાલ પાસેથી મૃતકની બાઇક મળી આવી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ જવાનો દોડી આવ્યા હતા. મૃતકની બાઇકમાંથી એક નોટબુક મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અંગત કારણસર આ પગલું ભરુ છું. આમાં કોઇનો વાંક નથી.
રણજીત પ્રેમિકાને મળવા માટે પોતાનું બાઈક લઈને વડોદરા ગયો
શિનોર તાલુકાના મોટા કરાળા ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતા સંદીપ દિનેશ વસાવા ખેત મજૂરી કરે છે. તેઓઓ ચાણોદ પોલીસ મથકમાં આપેલી જાણવાજોગ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ રણજીત પરિણિત હતા. લગ્નના થોડા સમય બાદ રણજીત વડોદરામાં રહેતી પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એકબીજાને મળતા હતા. 18, જાન્યુઆરીએ રણજીત પ્રેમિકાને મળવા માટે પોતાનું બાઈક લઈને વડોદરા ગયો હતો. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
રણજીતની બાઈક પાર્ક કરેલી જોવા મળી
આ ઘટના અંગેની જાણ દિનેશ અને રણજીતની પત્નીને થઈ હતી. તેથી બંને વડોદરા જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. દરમિયાન ડભોઇ તાલુકાના તેન તળાવ અને શંકરપુરા વચ્ચે આવેલી નર્મદા કેનાલ નજીક રણજીતની બાઈક પાર્ક કરેલી જોવા મળી હતી. આસપાસમાં રણજીતની તપાસ કરતા તેનો પત્તો લાગ્યો ન્હતો.
તેણે પોતાના હસ્તાક્ષર કર્યા
આ દરમિયાન બાઈક પર લટકાવેલી થેલીમાં એક નોટબુક અને પેન પણ મળી આવ્યા હતા. નોટબુકમાં રણજીતે લખ્યું હતું કે, અંગત કારણને લીધે પગલું ભરું છું આમાં કોઈનો વાંક નથી, અને નીચે તેણે પોતાના હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રણજિતનો મૃતદેહ મળી આવ્યો છે. તેની પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગર ખેંચી ગયા બાદથી મહિલા લાપત્તા