VADODARA : પગંતનો દોરો કાચથી માંજતા 30 સામે ગુનો નોંધાતી શહેર પોલીસ
VADODARA : હાઇકોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસ (VADODARA) દ્વારા કાચથી પતંગ (KITE FLYING - 2025) નો દોરો માંજતા 30 વેપારી-કારીગરો સામે ગુનો નોંધતા ફફટાડ વ્યાપી જવા પામ્યો છે. ગતરોજ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસવાર્તા કરીને માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ પતંગની દોરી સુતવાનું કામ કરતા વેપારીઓ સાથે બેઠક કરી હતી. અને ત્યાર બાદ પોલીસની ટીમોએ વિવિધ પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. અને વેપારીઓ-કારીગરો સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તહેવાર પૂર્વે ચકચાર મચી જવા પામી
તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કાચના માંજાની દોરીથી પતંગ ચગાવવાને લઇને રોડ પર કપાયેલા પતંગ પકડવા સુધી અનેક મુદ્દે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેના અનુસંધાને વડોદરા શહેર પોલીસના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત પતંગનો દોરો કાચ વડે માંજતા 30 જેટલા વેપારી-કારીગર વિરૂદ્ધમાં ગુનો નોંધાવવા પામ્યો છે. જેને પગલે તહેવાર પૂર્વે ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં પતંગના દોરા અંગે પહેલી વખત 24 કલાકમાં આટલા વેપારી-કારીગરો સામે કાર્યવાહી કરવામાં આવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હવે માત્ર લુદ્દીમાં જ દોરો સુતવો પડે તેવી સ્થિતી
ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ હાઇકોર્ટના આદેશ બાદ દોરી માંજનાર ખરેખર મુંઝવણમાં છે. પતંગના દોરાને માંજવા માટે ગુંદર, સરસ અને સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવે છે. પતંગનો દોરો વધુ ધારદાર થાય તે માટે તેમાં કાચનો પાવડર ઉમેરવામાં આવે છે. તેવા સમયે કાચનો પાવડર દોરામાં નહિં નાંખવા માટે પોલીસે જણાવતા, હવે માત્ર લુદ્દીમાં જ દોરો સુતવો પડે તેવી સ્થિતી છે. આવા સંજોગોમાં દોરીની મજબુતાઈ સામે સવાલ ઉઠી શકે છે. હવે વેપારીએ મુંઝાયા છે કે, ગ્રાહકો પેચ લડાવવા માટે વધારે કાચની માંગણી કરી રહ્યા હોય, તેવા સમયે પોલીસના જાહેરનામાં અનુસાર, કાચ નહીં નાંખવા જણાવાયું છે. જો કે, વેપારીઓ લોકો જોડે સમજાવટથી કામ લઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ઉત્તરાયણ પર્વે સુરક્ષાના ઉપાયો લોકો સુધી પહોંચાડવા પોલીસનો અનોખો પ્રયાસ