ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બોનસ-મીઠાઇના અસ્વીકાર બાદ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોટો મુકતા માથાકુટ

VADODARA : હાલ આ મામલાની તપાસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક, એસટી-એસસી સેલ વડોદરા ગ્રામ્ય, બી. એસ. ચાવડા કરી રહ્યા છે
11:49 AM Nov 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા ડેસર (DESAR - VADODARA) માં બોનસ અને મીઠાઇનો અસ્વીકાર કરીને ગ્રામ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોટો મુકતા માથાકુટ થઇ હતી. જે બાદ ટેલિફોનીક વાતચીતમાં આરોપીએ ફરિયાદીને ગાળો બોલીને ધમકી આપતા કહ્યું હતું કે, હવે તુ ગ્રુપમાં ખોટા મેસેજ મુકીશ તો જોવા જેવી થશે. આખરે આ મામલે ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મીઠાઇ અને બોનસ આપતા તેમણે લીધા ન્હતા

ડેસર પોલીસ મથકમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર, અજીતસિંહ રંગીતસિંહ પરમારે દિવાળીના તહેવાર દરમિયાન વિજયભાઇ પરમાર નામના વ્યક્તિને મીઠાઇ અને બોનસ વહેંચવા માટે મોકલ્યા હતા. તેવામાં ફરિયાદીના ઘરની પાછળ તેઓને મીઠાઇ અને બોનસ આપતા તેમણે લીધા ન્હતા. બાદમાં ગ્રામ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં ફોટો શેર કરવામાં આવ્યો હતો.

ગ્રુપમાં ખોટા મેસેજ મુકીશ તો જોવા જેવી થશે

જે બાદ અજીતસિંહ રંગીતસિંહ પરમારે ફરિયાદીના મોબાઇલ ફોન પર મિસ કોલ માર્યો હતો. તે બાદ ફરિયાદીએ ફોન કરતા અજીતસિંહ રંગીતસિંહ પરમારે ગમે તેમ ગાળો બોલીને જાતી વિષયક અપશબ્દો બોલ્યા હતા. સાથે જ ધમકી આપતા કહ્યું કે, તુ ગ્રુપમાં ખોટા મેસેજ મુકીશ તો જોવા જેવી થશે. આખરે ઉપરોક્ત મામલે ડેસર પોલીસ મથકમાં જીતસિંહ રંગીતસિંહ પરમાર (રહે. નવા શિહોરા, ખોડિયારનગર, દુધડેરી પાસે, ડેસર-વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ મામલાની તપાસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસટી-એસસી સેલ વડોદરા ગ્રામ્ય બી. એસ. ચાવડા કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પતિ-પુત્રોએ મળીને પરિણીતાના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Tags :
CallgoesgroupinmisbehaveoverpanchayatphonePhotoShareVadodaraWhatsAppWrong
Next Article