Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જ્યાં ત્યાં કચરો ફેંકનાર CCTV માં કેદ, વાહન નંબરના આધારે કાર્યવાહી

VADODARA : વાહન નંબરના આધારે કચરો ફેંકનાર સુધી પહોંચીને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જે માટે વોર્ડ નં - 7 ની ટીમો સક્રિય બની છે
vadodara   જ્યાં ત્યાં કચરો ફેંકનાર cctv માં કેદ  વાહન નંબરના આધારે કાર્યવાહી
Advertisement

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY - VADODARA) ને સ્વચ્છતા ક્રમાંક (SWACHCHTA RANKING) પર ટોચનું સ્થાન મળે તે માટે પાલિકાનું તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ત્યારે વડોદરાના લોકો તરફથી યોગ્ય સહકાર નહીં મળતો હોવાનું સપાટી પર આવ્યું છે. શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલ પાસે લોકો જ્યાં ત્યાં કચરો નાંખતા તંત્ર માટે સમસ્યા ઉભી થઇ હતી. આવા બેદરકાર લોકો સામે તેમના સીસીટીવીની મદદથી વાહન નંબરના આધારે દંડનીય કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ બન્યું હોવાનું સપાટી પર આવ્યું છે. જેને પગલે જો જેમ તેમ કરચો ફેંક્યો તો તમારે ત્યાં પણ પાલિકા દંડ વસુલવા આવે તો નવાઇ નહીં.

Advertisement

Advertisement

જાહેરમાં કચરો ફેંકનારા તત્વોને ડામવા માટે પાલિકાનું તંત્ર સજ્જ બન્યું

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવતા સ્વચ્છતા ક્રમાંક (SWACHCHTA RANKING) માં વડોદરાનું સ્થાન નીચેની તરફ ખસતું જાય છે. રેન્કીંગની સાથે શહેરની સ્થિતી સુધારવા માટે પાલિકા દ્વારા પૂર બાદ સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં લોકોનો જરૂરી સહયોગ મળી રહ્યો ના હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ જાહેરમાં કચરો ફેંકનારા તત્વોને ડામવા માટે પાલિકાનું તંત્ર પણ સજ્જ બન્યું હોય તેવી વિગતો સપાટી પર આવી છે.

Advertisement

બાઇક, એક્ટીવા અને રીક્ષા ચાલકની ઓળખ કરી લેવામાં આવી

કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વિમિંગ પુલ રોડ પર કચરાનો ઓપન સ્પોટ જોવા મળી રહ્યો છે. જેને દુર કરવા દિવસમાં ત્રણ વખત સફાઇ છતાં સ્થિતીમાં કોઇ ખાસ સુધારો આવી રહ્યો નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પાલિકામાં રજુઆત પણ કરાઇ હતી. ત્યારે હવે રોડ પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી કચરો નાંખવા આવનાર બાઇક, એક્ટીવા અને રીક્ષા ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે. હવે વાહન નંબરના આધારે કચરો ફેંકનાર સુધી પહોંચીને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જે માટે વોર્ડ નં - 7 ની ટીમો સક્રિય બની છે.

કચરા ગાડી મોડી પહોંચે તો તેના કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થવી જોઇએ

આ વચ્ચે ડોર ટુ ડોરના વાહનો મોડા પહોંચતા હોવાની બુમો પણ ઉઠી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આશરે 150 જેટલી પ્રતિદિન ફરિયાદો આવી રહી છે. જાહેરમાં કચરો નાંખનાર સામે તંત્રની કાર્યવાહી આવકાર્ય છે, તેની સાથે જ લોકોનું માનવું છે કે, જો કચરા ગાડી મોડી પહોંચે તો તેના કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી થવી જોઇએ. હવે આ સમસ્યાને રોકવા માટે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપના સુવિધાસભર કાર્યાલયનું ટૂંક સમયમાં ઉદ્ધાટન

Tags :
Advertisement

Trending News

.

×