Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરમાં ગંદકી કરનારા એકમોને 32 હજારનો દંડ, 7 કિલો પ્લાસ્ટિક જપ્ત

અમદાવાદ શહેર હેરિટેજનો દરરજો આપવામાં આવ્યો છે છતા શહેરમાં અનેક જગ્યાએ ગંદકી અને પ્લાસ્ટિકના ઉપયોગ થાય છે. શહેરને સાફ અને સુંદર રાખવું સૌની ફરજ છે. પરંતુ ખાણીપીણીના ઘણા એકમો જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરતા હોય અને અસામાજિક તત્વો જે શહેરને ખરાબ કરવાની પ્રવૃત્તિ કરતા હોય તેની સામે લાલ આંખ કરવામાં આવી છે.તમામ વોર્ડમાં ચેકિંગઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહà
શહેરમાં ગંદકી કરનારા એકમોને 32 હજારનો દંડ   7 કિલો પ્લાસ્ટિક જપ્ત
અમદાવાદ શહેર હેરિટેજનો દરરજો આપવામાં આવ્યો છે છતા શહેરમાં અનેક જગ્યાએ ગંદકી અને પ્લાસ્ટિકના ઉપયોગ થાય છે. શહેરને સાફ અને સુંદર રાખવું સૌની ફરજ છે. પરંતુ ખાણીપીણીના ઘણા એકમો જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરતા હોય અને અસામાજિક તત્વો જે શહેરને ખરાબ કરવાની પ્રવૃત્તિ કરતા હોય તેની સામે લાલ આંખ કરવામાં આવી છે.
તમામ વોર્ડમાં ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં તમામ વોર્ડમાં તેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. મધ્ય ઝોનમાં તમામ જગ્યાએ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ગંદકી કરતા એકમો સામે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્પેશ્યિલ સ્કોર્ડ બનાવાવમાં આવી છે.
નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી
સ્કોર્ડ બનાવીને રાત્રી દરમ્યાન 2 દુકાનો સીલ કરવા અને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ડસ્ટબીન ન રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી. ગાંધી રોડ ખાતે 2 દુકાન સીલ કરવામાં આવી અને સાથે જ 59 જેટલા એકમોને નોટિસ પાઠવામાં આવી છે. કુલ રૂ. 32,300 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો બીજી તરફ 7 કિલો પ્લાસ્ટિકને જપ્ત પણ કરવામાં આવ્યું છે. ગાંધી રોડ પર આવેલી ન્યૂ બેંગલ ઓપ્ટિકલ અને મલિક ઓપ્ટિકલ દુકાન સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે.
સ્પેશિયલ સ્કોર્ડ બનાવાઈ
ચા ની કિટલી અને પાનનાં ગલ્લા સામે ગંદકી કરતા લોકો સામે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેની માટે સ્પેશ્યિલ સ્કોડ પણ બનાવામાં આવ્યું છે. જો કોઈ પણ પાન ગલ્લા અને દુકાનનો વાળો જો પ્લાસ્ટિકની થેલીનો પણ ઉપયોગ કરશે તો દંડ નિયા કાર્યવાહી કરવામાં આવશે.
AMC એક્શનમાં
આ અગાઉ પણ માણેકચોક જેવા મોટા ખાણીપીણી બજારમાં પણ આ રીતે ગંદકી કરતા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કચરો જો કચરાપેટીમાં નહિ નાખ્યો હોય તેમજ જો દુકાનોની બહાર પણ ડસ્ટબિન નહિ હોય તો કર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. નાના કે મોટા વેપારીઓ જો પ્રતિબંધીત પ્લાસ્ટિકનું વેચાણ કરશે તો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ આંખ કરશે.
સોલિડ વેસ્ટ વિભાગ ના કર્મચારી પર હુમલો
જયારે બીજી તરફ સોલિડ વેસ્ટ ના અધિકારીઓ જયારે કાર્યવાહી કરવા જાય તો તેમની સામે પણ લોકો વિરોધ કરતા હોય છે તેમજ તેમના પર હુમલો પણ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટની ટીમ પર ઈસનપૂર ખાતે ગોવિદવાડીમાં આવેલા શાકમાર્કેટમાં સોલિડ વેસ્ટ ટીમ પર કામગીરી દરમ્યાન જ હુમલો કરવામાં આવ્યો. પ્રતિબંધિત પ્લાસ્ટિકની ડ્રાઈવ દરમિયાન આ હુમલો થયો હતો. દંડ લેવા ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો. 4 કર્મચારીઓને મૂઢ માર મારવામાં આવ્યો. હાલમાં 4 કર્મચારીઓને એલ.જી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. અનેક વખત સોલિડ વેસ્ટ તેમજ AMCની કામગીરી કરતા અધિકારીઓ પર આવા હુમલા ના બનાવ બને છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.