Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિલાયન્સ Viacom સ્પોર્ટ્સ 18 ચેનલ લોન્ચ, જાણો કેવો રહેશે દર્શકોનો ઉત્સાહ

Viacom18 એ આજે  15 એપ્રિલે તેની નવી સ્પોર્ટ્સ ટીવી ચેનલ 'Sports18' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. દર્શકો આ ચેનલ પર વિશ્વભરના પ્રીમિયમ સ્પોર્ટ્સ કન્ટેન્ટ, લાઈવ મેચ, મેગેઝીન અને હાઈલાઈટ્સ જોઈ શકશે. આ ચેનલ લાઈવ કરી દેવામાં આવી છે Sports18 ચેનલ 15મી એપ્રિલે સાંજે 6 વાગ્યાથી લાઈવ થઈ ગઈ છે. દેશના તમામ મોટા DTH ઓપરેટરોના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તે એક 'પે-ટીવી' ચેનલ છે. જે SD અને HD ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ આ
રિલાયન્સ viacom સ્પોર્ટ્સ 18 ચેનલ લોન્ચ  જાણો કેવો રહેશે દર્શકોનો ઉત્સાહ
Viacom18 એ આજે  15 એપ્રિલે તેની નવી સ્પોર્ટ્સ ટીવી ચેનલ 'Sports18' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. દર્શકો આ ચેનલ પર વિશ્વભરના પ્રીમિયમ સ્પોર્ટ્સ કન્ટેન્ટ, લાઈવ મેચ, મેગેઝીન અને હાઈલાઈટ્સ જોઈ શકશે. આ ચેનલ લાઈવ કરી દેવામાં આવી છે 
Sports18 ચેનલ 15મી એપ્રિલે સાંજે 6 વાગ્યાથી લાઈવ થઈ ગઈ છે. દેશના તમામ મોટા DTH ઓપરેટરોના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તે એક 'પે-ટીવી' ચેનલ છે. જે SD અને HD ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ આ ચેનલ પર FIFA વર્લ્ડકપ 2022, NBA, Serie A, અબુ ધાબી T10 અને ટોચની ATP (ટેનિસ) અને BWF ઇવેન્ટ્સ (બેડમિન્ટન) જેવી પ્રતિષ્ઠિત અને પ્રીમિયમ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જોઈ શકશે.
ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, ક્રિકેટ અને બેડમિન્ટનની દુનિયાની પ્રીમિયમ સામગ્રી ઉપરાંત, ચેનલ રમતગમતના ચાહકોને આંતરરાષ્ટ્રીય રમતગમતના સમાચારો અને હાઇલાઇટ શોને આવરી લેતા ટોચના કાર્યક્રમો જોવાની પણ મંજૂરી આપશે.
વાયાકોમ18 સ્પોર્ટ્સના CEO અનિલ જયરાજે કહ્યું  કે, “અમે દર્શકો માટે સંપૂર્ણ રીતે રમતગમતને સમર્પિત નવી ચેનલ શરૂ કરતાં અત્યંત ખુશ છીએ. સ્પોર્ટ્સ18નો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ધોરણની મોટી રમતગમતની ઘટનાઓનું પ્રસારણ કરીને ભારતનું સૌથી પ્રતિષ્ઠિત બ્રોડકાસ્ટ નેટવર્ક બનવાનું છે.
Advertisement
Tags :
Advertisement

.