Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂરના ડરે લોકોએ ઓવર બ્રિજ પર વાહનો પાર્ક કર્યા

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. તેવામાં ગતરોજથી ધીરે ધીરે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. જે જોતા પૂરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સમા વિસ્તારમાં આવેલા...
vadodara   પૂરના ડરે લોકોએ ઓવર બ્રિજ પર વાહનો પાર્ક કર્યા

VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. તેવામાં ગતરોજથી ધીરે ધીરે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. જે જોતા પૂરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સમા વિસ્તારમાં આવેલા હરણી તળાવ પાસેના ઉર્મી ઓવર બ્રિજ પર આસપાસના લોકોએ પોતાના વાહન પાર્ક કરવાના શરૂ કરી દીધા છે. જો કે, તંત્ર દ્વારા સ્થિતી સામાન્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ પૂરને લઇને લોકોના મનમાં હજી ડર છે, તે આ વાતે સ્પષ્ટ કરી દીધું છે.

Advertisement

સ્થિતી અંગેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી

વડોદરા ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે હવે વધુ એક વખત વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. આ વચ્ચે ગતરોજ પાલિકા કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. અને સ્થિતી અંગેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વચ્ચે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતું જણાતા લોકોમાં પૂરનો ડર સતાવી રહ્યો છે.

Advertisement

જાન-માલનું મોટું નુકશાન પહોંચ્યું હતું

વડોદરાના હરણી-સમામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જ પાણી ભરાઇ જવા પામે છે. જેમાં વાહનોને મોટું નુકશાન પહોંચતું હોવાથી સ્થાનિકો સતર્કતાથી કામ કરી રહ્યા છે. પૂર આવવાના ડરે ગતરાત્રે સ્થાનિકો દ્વારા ઉર્મી બ્રિજ પર વાહનો પાર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે લોકોના મનમાં પૂરનો ભય સતાવી રહ્યો હોવાનું અનુમાન છે. આ વિસ્તારમાં અગાઉ પૂર સમયે પાણી ભરાઇ જવાના કારણે જાન-માલનું મોટું નુકશાન પહોંચ્યું હતું. અને લોકો તે ઘટનાનું પુનરાવર્તન થવા દેવા માંગતા નથી. જેથી અગમચેતીના ભાગરૂપે લોકોએ જાતે જ હવે વાહનોને સલામત જગ્યાએ પાર્ક કરી રહ્યા છે. વિતેલા દોઢ મહિનામાં આ ત્રીજી વખત સ્થાનિકોએ આ રીતે વાહન પાર્ક કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ઐતિહાસિક ન્યાય મંદિરના ઝરૂખા-દિવાલો પર તિરાડ, તંત્રનું ધ્યાન ક્યારે જશે !

Tags :
Advertisement

.