Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળશે

VADODARA : રાજ્યમાં ઓર્ગન ડોનેશનને લઇને મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રેઇન ડેડ દર્દીઓ તથા અન્ય કિસ્સાઓમાં પરિવારને તે અંગેની સંપૂર્ણ સમજ આપી, તેમને વિશ્વાસમાં લઇને ઓર્ગન ડોનેશન કરવામાં આવે છે. બાદમાં ઓર્ગન ડોનેશન થાય છે. અત્યાર સુધી...
vadodara   બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળશે

VADODARA : રાજ્યમાં ઓર્ગન ડોનેશનને લઇને મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રેઇન ડેડ દર્દીઓ તથા અન્ય કિસ્સાઓમાં પરિવારને તે અંગેની સંપૂર્ણ સમજ આપી, તેમને વિશ્વાસમાં લઇને ઓર્ગન ડોનેશન કરવામાં આવે છે. બાદમાં ઓર્ગન ડોનેશન થાય છે. અત્યાર સુધી હજારો લોકોને નવું જીવન મળી ચુક્યું છે. તાજેતરમાં શહેરના અટલાદરા રોડ પર આવેલી બીએપીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગદાનનો નિર્ણય પરિજનો દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી પાંચ અંગોનું દાન મળ્યું છે, જેના કારણે પાંચ લોકોને નવું જીવન મળવા જઇ રહ્યું છે.

Advertisement

જરૂરિયાત મંદ વ્યક્તિ ઓ માં પુનઃ પ્રાણ ધબકતો કરવા અંગે સમજ આપી

શાસ્ત્રોમાં જણાવાયું છે કે જ્યારે સમાજ પર આપત્તિ આવી ત્યારે દધિચિ રૂષિ એ શસ્ત્રો બનાવવા માટે પોતાના પ્રાણ ની આહુતી આપી હતી. આધુનિક યુગમાં આ કાર્ય તો સંભવ નથી, પરંતુ તેટલા સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો સરાહનીય છે. તાજેતરમાં અટલાદરા સ્થિત બી એ પી એસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે તબિબો તથા કર્મચારી ગણ ની સમજાવટ થી અંગદાન શક્ય બન્યું છે. ઝઘડીયા તાલુકાના હીચવાડા ગામના દર્દી પ્રસન્ના બા નું બ્રેઈન ડેડ થતાં તેઓના પતિ તથા પુત્રોને અંગદાન થકી અન્ય જરૂરિયાત મંદ વ્યક્તિ ઓ માં પુનઃ પ્રાણ ધબકતો કરવા અંગે સમજ આપી હતી. જેથી તમામ અંગત આત્મીય ને જીવિત અનુભવી શકે તે અર્થે અંગદાન કરવા સહમત થયા હતા.

શ્રેય પરિવાર સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના તબીબો સહ કર્મચારી ગણ ને જાય

61 વર્ષિય પ્રસન્ના બા ની બે આંખ, બે કીડની તથા લીવર મળી પાંચ અંગ નું દાન કરતા પાંચ વ્યક્તિઓ નવી જીંદગી જીવી શકશે. જેનો શ્રેય તેમના પરિવાર સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ના તબીબો સહ કર્મચારી ગણ ને જાય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિવિધ સામાજિક સંદેશના પ્રચાર માટે વિશ્વની સફરે પગપાળા નીકળ્યા 20 સાહસિકો

Advertisement
Tags :
Advertisement

.