Organ Donation: અર્ધાંગિનીએ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક કર્યું દાન
Organ Donation: મા અંબાની ઘન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં 144 માં અંગદાનની મ્હેક પ્રસરાઇ છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) નું 144 મું અંગદાન "નારી તું નારાયણી , તું જ આ સંસારની જીવનદાતા છે, તારા થી જ આ સમગ્ર સૃષ્ટિ છે" પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે. નારી એ ત્યાગ અને સમર્પણની મૂરત છે જેનો બ્રેઇન ડેડ (Brain Dead) રમેશભાઇના ધર્મપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે.
- બ્રેઈન ડેડ પતિનું પત્નીએ કર્યું અંગદાન
- અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા
- સમાજ નારીનાં બલિદાનનું ઋણ ખૂબ મોટું છે
બ્રેઈન ડેડ પતિનું પત્નીએ કર્યું અંગદાન
બનાસકાંઠા (Banaskantha) નાં કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી રમેશભાઇ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઈક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઇ જવામાં આવ્યા. ઇજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને 19 ફેબ્રુ. એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લાવવામાં આવ્યા. સારવાર દરમ્યાન તબીબોએ 20 ફેબ્રુ.ના રોજ તેઓન બ્રેઈન ડેડ (Brain Dead) જાહેર કર્યા.
અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા
સતયુગમાં સાવિત્રી એ યમરાજ સાથે બાથ ભીડીને પોતાના પતિને પુન:ર્જીવિત કર્યા હતા. આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઇના પત્ની ભારતી બહેને પોતાના પતિના અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા છે. જેને તેઓ જાણતા પણ નથી એવા કોઈનાં માતા, પિતા, પતિ,પત્ની, ભાઇ, બહેનનો જીવનદીપ યમરાજનાં હાથ માંથી પાછો અપાવી ફરી ઝળહળતો કરવાનું સત્કાર્ય ભારતીબહેને કર્યું છે.
સમાજ નારીનાં બલિદાનનું ઋણ ખૂબ મોટું છે
અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલ (Brain Dead) ના તબીબો (Doctors) એ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે, રમેશભાઇના ધર્મપત્નીએ અંગદાનનો નિર્ણય કરીને નારી તુ નારાયણીની પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે. ભારતી બહેને તેમનાં પતિના અંગદાન થકી નારી એ ત્યાગની મુર્તિ અને સાક્ષાત નારાયણી છે. તેનું સચોટ દૃષ્ટાંત પુરું પાડ્યું છે. આપણા સમાજ ઉપર આવી નારીનાં બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ તેમણે જણાવ્યું હતું.
અહેવાલ સંજ્ય જોશી
આ પણ વાંચો: સુરતમાં નરાધામે હૈવાનીયતની કરી બધી હદો પાર, સાડા 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરાયું