VADODARA : MSU ના પૂર્વ VC ને બંગલો ખાલી કરવા 8 દિવસનું અલ્ટીમેટમ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ (MSU - VADODARA) યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું (EX VC VIJAY KUMAR SRIVASTAVA RESIGN) આપ્યા બાદ પણ પોતાનું સત્તાવાર નિવાસ સ્થાન છોડ્યું નથી. આ કામ તુરંત કરવાની જગ્યાએ તાજેતરમાં તેમના દ્વારા રહેવા માટેનું ત્રણ મહિનાનું એક્સટેન્શન માંગવામાં આવ્યું હતું. જો કે, આ મામલે કોઇ પણ પ્રકારની ઉદારતા દાખવ્યા વગર યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિયમાનુસાર 8 દિવસમાં બંગલો ખાલી કરવા માટેનું અલ્ટીમેટમ આપી દીધું છે.
બંગલામાં ત્રણ મહિના માટે રહેવાની લેખિત વિનંતી કરી
વડોદરાના જોહુકમી ચલાવવા માટે પંકાયેલા વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા તાજેતરમાં રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આ રાજીનામા બાદ તેમણે યુનિ.નો વીસી બંગલો તાત્કાલિક ઘોરણે ખાલી કરી દેવો જોઇતો હતો. પરંતુ તેનાથી વિપરીત તેમણે બંગલામાં ત્રણ મહિના માટે રહેવાની લેખિત વિનંતી કરી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેના પર એક્ઝિક્યૂટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વાનું મતે 8 ફેબ્રુઆરી સુધીમાં બંગલો ખાલી કરી દેવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સાથે જ 5 વર્ષના કોન્ટ્રાક્ચ્યુઅલ પ્રોફેસરોને રાખવાના નિર્ણય અંગે પણ ફેરવિચારણા હાથ ધરવામાં આવી રહી છે.
પૂર્વ વીસીએ રાજીનામું આપ્યે 20 દિવસ જેટલો સમય વિતી ચૂક્યો
સામાન્ય સંજોગોમાં યુનિ.ની કોઇ વ્યક્તિ નોકરી છોડે ત્યારે તે બાદ તેને ક્વાર્ટરમાં રહેવા માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવતો હોય છે. જરૂર પડ્યે ત્રણ-ચાર દિવસનો વધુ સમય પૂર્વ વીસીને આપવાની શક્યતાઓ છે, તેવું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. 8 ફેબુાઆરી બાદ વીસીના બંગ્લે કામ કરતા કર્મચારીઓને અન્યત્રે ફરજ સોંપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પૂર્વ વીસીએ રાજીનામું આપ્યે 20 દિવસ જેટલો સમય વિતી ચૂક્યો છે.
આ પણ વાંચો --- VADODARA : બાકી મિલકતવેરાની વસુલાત માટે પાલિકા રિકવરી મોડમાં