ચીકન-મટનનાં ધંધાર્થીઓને અલ્ટીમેટમ સાત દિ'માં લાયસન્સ મેળવો નહીં તો સીલ
પોરબંદર શહેરની બકરા-ઘેંટા મટન માર્કેટના વેપારીઓને પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. આ નોટીસમાં 7 દિવસની અંદર લાયસન્સ સહિતની જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વિઝીટ કરવામાં આવી હતી. આ વિઝીટ બાદ જિલ્લાના 49 વેપારીઓ વિરૂદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલ કાર્યવાહી ચાલી રહી છે. 36 કલાકનું અà
પોરબંદર શહેરની બકરા-ઘેંટા મટન માર્કેટના વેપારીઓને પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. આ નોટીસમાં 7 દિવસની અંદર લાયસન્સ સહિતની જરૂરી કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વિઝીટ કરવામાં આવી હતી. આ વિઝીટ બાદ જિલ્લાના 49 વેપારીઓ વિરૂદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા છે. જેની હાલ કાર્યવાહી ચાલી રહી છે.
36 કલાકનું અલ્ટિમેટમ
ગુજરાતમાં ગેરકાયદે રીતે ધમધમતા કતલખાનાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હીતની અરજીમાં સંબંધીત સત્તાવાળાઓને ઉધડો લીધો હતો. રાજ્યભરમાં જાહેરમાં અને ખુલ્લેઆમ ગેરકાયદે રીતે માસ-મટન વેચાણ કરતી મટન શોપ્સ તાત્કાલીક બંધ કરાવવા ગુજરાત હાઇકોર્ટે ફરમાન કર્યું હતું અને આ માટે સરકાર સત્તાવાળાઓને 36 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જિલ્લાની બકરા-ઘેંટા મટન વગેરે ધંધાર્થીઓને ત્યાં વિઝીટ કરવામાં આવી હતી.
49 ધંધાર્થીઓ સામે કેસ
આ વિઝીટ દરમિયાન વેપારીઓ પાસે ફૂડ અંગેનું લાયસન્સનો અભાવ તેમજ અનહાઇઝેનીક ક્નડીશન (અસ્વચ્છ સ્થિતી)માં જોવા મળતા જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના 49 ધંધાર્થીઓ વિરૂદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા છે તેની હાલ કાર્યવાહી ચાલી રહી છે. ગેરકાયદેસર બકરા-ઘેંટા મટનના ધંધાર્થીઓની વિરૂદ્ધ હાઇકોર્ટે પણ આકરૂ વલણ દાખવ્યું છે.
35 વેપારીઓને નોટીસ
હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને આડેહાથ લીધા હતા. તો પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા 7 ફેબ્રુઆરી મંગળવારના બપોરના સમયે નગરપાલિકાની બકરા-ઘેંટા મટન માર્કેટના 35 જેટલા વેપારીઓને નોટીસો ફટકારી હતી. નોટીસ મળ્યાના 7 દિવસમાં કાયદા તથા નિયમોનું પાલન કરી કચેરીએ જાણ કરવાનું જણાવાયું છે. જો નોટીસ મુજબની કામગીરી વેપારીઓ નહીં કરે તો પાલિકા તંત્ર દ્વારા દુકાનોને સીલ મારવાની કામગીરી કરાશે.
વર્ષો જૂના ભાડૂઆતી ધંધાર્થીઓ સાથે તંત્ર અન્યાય કરી રહ્યું છે : વેપારીઓ
પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા મંગળવારે મટન માર્કેટના ધંધાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે. તો બીજી બાજુ મટન માર્કેટના વેપારીઓએ પણ તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. મટન માર્કેટના શોએબ મહમદ બાબીએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકા સંચાલીત મટન માર્કેટ છે. અહીંના વેપારીઓ વર્ષો જૂના ભાડૂઆતી છે અને આ નગરપાલિકા સંચાલીત કાયદેસરની માર્કેટ છે.
મટન માર્કેટના વેપારીઓ પાસે લાયસન્સ છે છતાં તંત્ર દ્વારા હેરાનગતી કરવામાં આવે છે. વર્ષના ભાડા પણ ધંધાર્થીઓએ ભર્યા છે. વેપારીઓ પાસે તેની પહોંચ પણ છે અને પાલિકા તંત્ર નોટીસ આપીને એવું કહે છે કે ૭ દિવસની અંદર લાયસન્સ બનાવી લો પરંતુ સાત દિવસમાં નવું લાયસન્સ કેવી રીતે બનાવવું. મટન માર્કેટના વેપારીઓ પાસે જૂનું લાયસન્સ છે. જો અન્ય લાયસન્સની વાત તંત્ર કરે છે તો આ લાયસન્સ બનાવવામાં ઘટતા કાગળોમાં મદદ કરે. મટન માર્કેટના વેપારીઓ ઘણા વર્ષોથી ધંધો કરે છે. વર્ષના ભાડાઓ પણ ભરી દે છે આમ છતાં તંત્ર દ્વારા હેરાનગતી કરવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement