VADODARA : વર્ષના અંતિમ દિવસે MSU ની કોન્વોકેશન સેરેમની યોજાશે
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં કોન્વોકેશન સેરેમનીને લઇને તંત્ર પર ભારે માછલા છોવાયા હતા. ત્યારે તાજેતરમાં યુનિ.ના રજીસ્ટ્રાર દ્વારા મોડે મોડે કોન્વોકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. વર્ષના આખરી મહિનાની આખરી તારીખે કોન્વોકેશન યોજાવવા જઇ રહ્યું છે. હાલ ચીફ ગેસ્ટ તરફથી કોઇ ચોક્કસ લેખિત તારીખની જાણ કરવામાં નહીં આવતા સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, યુનિ.ની કોન્વોકેશન સેરેમનીમાં મોડું થતા મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
યુનિ. સત્તાધીશોના પેટનું પાણી હાલતું ન્હતું
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) માં કોન્વોકેશન સેરેમની આ વર્ષે ખુબ મોડી યોજાઇ છે. વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી નહીં મળતા તેમના આગળના એડમિશન અટવાઇ પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર રજુઆત કરવામાં આવ્યા છતાં અત્યાર સુધી યુનિ. સત્તાધીશોના પેટનું પાણી હાલતું ન્હતું. આખરે એક વિદ્યાર્થીના વાલી દ્વારા મેડિકલના વધુ અભ્યાસ અર્થે વિદેશની યુનિ.માં એડમિશન લેવાનું હોવાથી હાઇકોર્ટમાં પણ મામલો લઇ જવામાં આવ્યો હતો. જેને પગલે યુનિ.ની આબરૂનું ધોવાણ થયું હતું. આ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સુખદ સમાચાર સામે આવવા પામ્યા છે. વર્ષના અંતિમ માસના અંતિમ દિવસે યુનિ.નો દિક્ષાંત સમારોહ યોજાવવા જઇ રહ્યો છે.
ફોર્મલ કન્સેન્ટ આવે, એટલે વિધીવાર જાહેરાત
સમગ્ર મામલે યુનિ. રજીસ્ટ્રારે કહ્યું કે, યુનિ.ના કોન્વોરેશનની તારીખ નક્કી થઇ ગઇ છે. ટુંક સમયમાં તેનું નિરાકરણ આવશે. 31 ડિસે. ના રોજ કોન્વોકેશન સેરેમની ફાઇનલ થવા જઇ રહી છે. ગેસ્ટનું ફોર્મલ કન્સેન્ટ આવે, એટલે તેની વિધીવાર જાહેરાત કરવામાં આવશે. ત્રણ તારીખો આપવામાં આવી હતી. જેના અનુસંધાને સંબંધિત કચેરીએથી મૌખિક માહિતી મળતા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્રણ તારીખો ચીફ ગેસ્ટને આપવામાં આવી હતી. જેમાં હવે 31 ડિસે. ને ધ્યાને રાખીને તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : ઓવરબ્રિજનો નિર્ણય થોપી દીધા બાદ પોસ્ટર વોર શરૂ થયું