Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચ જિલ્લામાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારી અને આખરીઓપ..

ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત માટે નરેન્દ્ર મોદી આમોદના રેવા સુગરના ગ્રાઉન્ડ ઉપર સભા સંબોધનાર છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદના વચ્ચે તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. વરસતા વરસાદના કારણે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે .કાદવ કિચનના સામ્રાજ્ય ઉપર ડામર કપચી તથા કોલસી પાથરવાની કવાયત કરવા સાથે લોકોને તકલીફ ન પડે તે માટેના પ્રયાસો
ભરૂચ જિલ્લામાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારી અને આખરીઓપ
Advertisement
ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત માટે નરેન્દ્ર મોદી આમોદના રેવા સુગરના ગ્રાઉન્ડ ઉપર સભા સંબોધનાર છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદના વચ્ચે તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. વરસતા વરસાદના કારણે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે .કાદવ કિચનના સામ્રાજ્ય ઉપર ડામર કપચી તથા કોલસી પાથરવાની કવાયત કરવા સાથે લોકોને તકલીફ ન પડે તે માટેના પ્રયાસો તંત્ર કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 મી ઓક્ટોબરે આમોદ ખાતે રેવા સુગરના ગ્રાઉન્ડ ઉપર સભા સંબોધવા સાથે વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરનાર છે. જેને લઇ પ્રધાનમંત્રીના આગમનના પગલે બે થી અઢી લાખ લોકો આવી શકે તે માટેના ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ વીજ પુરવઠાની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જેમાં ૧૦૦થી વધુ થાંભલા ૫૦થી વધુ ડીપીઓ અને ૫૦થી વધુ જનરેટર મૂકવામાં આવ્યા છે અને સાથે જ ડોમ સેન્ટર ઉપર કાદવ કિચનના સામ્રાજ્ય ઉપર કપચી કોલસી અને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ૫૦૦થી વધુ વાહનો સ્થળ ઉપર કામે લાગ્યા છે હાલ તો તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યા છે.
દેશના પ્રધાનમંત્રી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભરૂચ જિલ્લામાં ૧૦મી ઓક્ટોબરના રોજ વિવિધ વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ વિધિ કરવા માટે આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે આવવાના છે. જેની તૈયારીઓમાં તંત્ર તનતોડ મહેનતે લાગી ગયું છે પરંતુ વરસાદના વિઘ્ન વચ્ચે પણ કાર્યક્રમની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી રહી છે પાર્કિંગની સુવિધા સાથે સભામાં આવતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે..
ડીએસપી ૯, ડીવાયએસપી ૧૯, પીઆઈ ૫૦ પીએસઆઇ ૧૨૪, ઘોડે સવાર પોલીસ ૧૪, ડીએફએમડી ૪૪, એચએચએમડી ૫૭, એસઆરપી એક કંપની, હોમગાર્ડ જવાન ૨૦૦, વોકીટોકી ૮૩, બોડી વોનૅ કેમેરા ૩૦ સાથે પોલીસનો તૈનાત રહેશે..
પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે રાત દિવસ લોકો કરી રહ્યા છે કામ
ભરૂચ શહેર જિલ્લામાં વરસાદના વચ્ચે પ્રધાનમંત્રીના કાર્યક્રમને આખરીઓપ આપવા માટે તનતોડ મહેનત થઈ રહી છે ત્યારે વરસતા વરસાદ વચ્ચે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીમાં સમગ્ર તંત્ર રાત દિવસ કામે લાગી ગયું છે ત્યારે તંત્ર પણ ૧૦મી ઓક્ટોબરે કાર્યક્રમના સમયે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
Tags :
Advertisement

Related News

featured-img
video

Botad માં મિલ માલિકના અપહરણનો ઉકેલાયો ભેદ, કોણે અપહરણની આપી હતી ટીપ?

featured-img
video

Meerut Crime Story: મેરઠમાં નરસંહાર, કોણ બેખૌફ ગુનેગાર?

featured-img
video

Banaskantha ના વિભાજનના વિરોધમાં હવે ભુવાની એન્ટ્રી, "મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે"

featured-img
video

Gandhinagar : ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય, ભાજપ સંગઠનમાં રાજપૂત ક્ષત્રિય સમાજને સ્થાન આપવા રજૂઆત

featured-img
video

અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે Parshottam Rupala ને એક નાગરિકે કરેલો કોલ વાયરલ

featured-img
video

Amreli letter scandal : પરેશ ધાનાણીના ઉપવાસ દરમિયાન તબિયત લથડી

×

Live Tv

Trending News

.

×