Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મેયરનું બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ફાયદો લેવાનો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની (MAYOR PINKYBEN SONI) ના નામે બોગસ વોટ્સએપ એકાઉન્ટ (BOGUS WHATSAPP ACCOUNT) બનાવીને ગઠિયાઓ દ્વારા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે લોકોને સજાગ કરતા મેયર...
vadodara   મેયરનું બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ફાયદો લેવાનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની (MAYOR PINKYBEN SONI) ના નામે બોગસ વોટ્સએપ એકાઉન્ટ (BOGUS WHATSAPP ACCOUNT) બનાવીને ગઠિયાઓ દ્વારા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે લોકોને સજાગ કરતા મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા કોઇ પણ અજાણ્યા નંબર પરથી તેમના નામે આવતા મેસેજ અને ફોનકોલને બ્લોક કરવા અને કોઇ પણ પ્રકારની માંગણીને નહી અનુસરવા માટે અપીલ કરવામાં આવી છે. વડોદરામાં અગાઉ પણ અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારે ગઠિયાઓના કારસ્તાનનો ભોગ બની ચુક્યા છે.

Advertisement

ગઠિયાઓની ચાલાકીનો શિકાર મેયર

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. હવે આંગળીના ટેરવે બધી સુવિધાઓ મળી રહે છે. આ જ સુવિધાઓનો ગેરફાયદો ઉઠાવવામાં ગઠિયાઓ પણ પાછળ નથી. છેલ્લા લાંબા સમયથી ગઠિયાઓ દ્વારા નામચીન વ્યક્તિઓ, નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ કૃત્ય સામે આવ્યા બાદ તેના પર કાર્યવાહી થાય છે. પરંતુ ગઠિયાઓની આ માયાજાળને સદંતર બંધ કરવામાં કોઇ નક્કર સફળતા મળી નથી. આજે ગઠિયાઓની આવી જ ચાલાકીનો શિકાર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની બન્યા છે.

Advertisement

જવાબ આપવો નહીં - મેયર

આજે સવારે મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ થકી આ વાત અંગે લોકજાગૃતિ લાવવા માટેનો મેસેજ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ જણાવે છે કે, મારુ નામ અને ડીપીમાં મારો ફોટો રાખી કોઈ દ્વારા ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જે દ્વારા લોકોને વોટ્સએપ મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે, જો આપને કોઈપણ ફોન કે મેસેજ આવે તો તેનો જવાબ આપવો નહીં, નંબર બ્લોક કરવો તથા કોઈપણ પ્રકારની માંગણી થાય તો અનુસરવું નહિ. મારો આવો કોઈપણ અજાણ્યો નંબર નથી.

આ પણ વાંચો -- VADODARA : ફરજમાં "મનમાની" કરતા 9 શિક્ષકો સામે કડક કાર્યવાહીની તૈયારી

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Patan: ગોગા મહારાજનો 25મો ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ, મુખ્યમંત્રીની રહીં ખાસ ઉપસ્થિતિ

featured-img
સુરત

Surat: ‘વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ ના નારાનો ફિયાસ્કો! રાતોરાત 20 જેટલા તોતિંગ અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન

featured-img
ગુજરાત

મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવમાં પ્રથમવાર ટ્રાન્સજેન્ડરે કર્યું પરફોર્મ, જાણો કોણ છે Devika Devendra S Manglamukhi ?

featured-img
ગુજરાત

Chhota Udepur : બોડેલી પાસે Hit and Run, જમાઈ અને નાની સાસુનું ઘટના સ્થળે જ મોત

featured-img
ગુજરાત

Surat : રાંદેર પોલીસની સરાહનીય કામગીરી, ગુમ બાળક મળી જતાં માતા-પિતા ભેટી પડ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા

featured-img
ગુજરાત

Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

×

Live Tv

Trending News

.

×