Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માંજલપુર-ખિસકોલી સર્કલને જોડતા ઓવર બ્રિજનું લોકાર્પણ

VADODARA : વડોદરાના મેયર પિન્કીબેન સોની, સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી સહિતના આગેવાનોની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે
vadodara   માંજલપુર ખિસકોલી સર્કલને જોડતા ઓવર બ્રિજનું લોકાર્પણ
Advertisement

VADODARA : વડોદરાના માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલને જોડતા રેલવે ઓવર બ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવવાની કામગીરીનું 18 મહિનાની મુદતે કામ પૂર્ણ કરવાનું હતું, તેની જગ્યાએ કામ પૂર્ણ થતા 5 વર્ષ લાગી ગયા હતા. સ્થાનિકોના લાંબા ઇંતેજારનો આજે અંત આવ્યો છે. આ બ્રિ રૂ. 55.24 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, અને લોકાર્પણ બાદથી 7 લાખ લોકોને રાહત થશે તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. (MANJALPUR TO KHISKOLI CIRCLE OVER BRIDGE INAUGURATED - VADODARA)

Advertisement

બ્રિજ તૈયાર કરવામાં રૂ. 55.24 કરોડનો ખર્ચ થયો

વડોદરામાં માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલ સુધીના ઓવરબ્રિજનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. જો કે હકીકતે તેને પૂર્ણ થતા 5 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. આ બ્રિજ તૈયાર કરવામાં રૂ. 55.24 કરોડનો ખર્ચ થયો હતો. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ બ્રિજને તૈયાર થવામાં મોડું થયું હતું. અને તૈયાર થઇ ગયા બાદ પણ મોટા નેતાના હસ્તે તેનું ઉદ્ધાટન કરાવવા માટેની તારીખો મેળવવામાં પણ વિલંબ થઇ રહ્યો હતો. આ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન કરી બ્રિજ શરૂ કરી દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યાર બાદ પાલિકામાં સળવળાટ જોવા મળ્યો હતો.

Advertisement

7 લાખ લોકોનો સમય અને તેમના વાહનોનું ઇંધણ બચશે

આખરે આજરોજ વડોદરાના મેયર પિન્કીબેન સોની, સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી સહિતના આગેવાનોની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજથી 7 લાખ લોકોનો સમય અને તેમના વાહનોનું ઇંધણ બચાવી શકાશે, તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ બ્રિજના લોકાર્પણ બાદ પૂર્વથી પશ્ચિમ વિસ્તારનો જોડતો આ ચોથો બ્રિજ બન્યો છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ઓવરબ્રિજના બાંધકામમાં નડતરરૂપ હાઇટેન્શન ટાવર દુર કરાયું

Tags :
Advertisement

Trending News

.

×