ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

VADODARA : સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ

VADODARA : જેલમાં અમે કડિયાકામ, વેલ્ડીંગ, સુથારીકામ, દરજીકામ, અને પ્લમ્બીંગની વોકેશનલ ટ્રેઇનીંગ પણ આપીએ છીએ - મહેશ રાઠોડ, વેલ્ફેર ઓફિસર
01:27 PM Feb 23, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : હાલ બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ જેલમાં બંદીવાન ભાઇઓમાં પણ પરીક્ષા આપવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધો - 10 માં ચાર અને ધો. 12 માં ચાર વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપશે. જેલ સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્વનું છે. જેલોમાં આ વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. જ્યારે તે સમાજમાં જાય, ત્યારે તેણે સમય બરબાદ કર્યો તેમ ના લાગે. આમ થવાથી જે બહાર નીકળ્યા બાદ સીધો જ સમાજમાં ભળી જાય. (JAILMATE TO APPEAT IN BOARD EXAM - VADODARA)

તેઓ ભણતર સાથે ટ્રેઇનીંગ મેળવે છે

જેલ ઓથોરીટીના વેલ્ફેર ઓફિસર મહેશ રાઠોડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ધો. - 12 માં બોર્ડની પરીક્ષા આપનાર કેટલાક કેદીઓની ઉંમર 26 - 27 વર્ષ છે. તે લોકોએ પોતે જ પરીક્ષા આપવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તેઓ 11 સુધી ભણ્યા હતા, જેથી તેઓ ધો. 12 ની પરીક્ષા આપીને ઇગ્નુમાંથી ગ્રેજ્યુએશનનો કોર્ષ કરવા ઇચ્છે છે. તે સારી વાત છે. તેઓ આગળ કંઇક કરવા ઇચ્છે છે. જેલમાં અમે કડિયાકામ, વેલ્ડીંગ, સુથારીકામ, દરજીકામ, અને પ્લમ્બીંગની વોકેશનલ ટ્રેઇનીંગ પણ આપીએ છીએ. તેઓ ભણતર સાથે આ ટ્રેઇનીંગ મેળવે, ભણતા થાય, તેવી તમામ સુવિધા વડોદરા સહિતની જેલોમાં ઉપલબ્ધ છે.

વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્વનું

વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે 5 કેદી દ્વારા ધો - 12 ની પરીક્ષા આપવામાં આવી હતી. તેમાંથી ચાર ફુલ્લી પાસ થયા હતા. તેઓ હાલ ઇગ્નુમાંથી ગુજરાતી મીડિયમમાં ગ્રેજ્યુએશનનો કોર્ષ કરી રહ્યા છે. વ્યક્તિના વિકાસ માટે વાતાવરણ મહત્વનું છે. જેલોમાં આ વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. જ્યારે તે સમાજમાં જાય, ત્યારે તેણે સમય બરબાદ કર્યો તેમ ના લાગે. આમ થવાથી જે બહાર નીકળ્યા બાદ સીધો જ સમાજમાં ભળી જાય. અમે તેને સારો નાગરિક બનાવા માટે તૈયાર કરીએ છીએ. આમ, કરવાથી તે સમાજ અને કુટુંબમાં સ્થિર થાય, અને ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ના આવે.

આ પણ વાંચો --- VADODARA : પોલીસ દ્વારા 'SHASTRA' પ્રોજેક્ટનો આરંભ, શહેરભરમાં અમલ

Tags :
AppearBoardeducationExamexcitedGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinJaillearnmateMoreontoVadodarawanted