Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો એક એવી જગ્યા વિશે, જ્યાં વસ્તુ પણ પડે તો નથી આવતી પાછી.. તમે પણ જશો અહીં, તો થઈ જશો ગાયબ..

અંતરિક્ષમાંથી રહસ્યમયી પદાર્થ ધરતી પર પડે એટલે અંતરિક્ષની ચર્ચાઓ પણ વેગ પકડે.. આપણું અંતરિક્ષ રહસ્યોથી ભરેલું છે. અંતરિક્ષના આવા જ કેટલાક રહસ્યોમાંથી એક છે બ્લેક હોલ. બ્લેક હોલ એટલે શું? બ્લેક હોલ એટલે એવી જગ્યા જ્યાંથી કશુંજ પાછુ આવી શકતું નથી. ખુદ પ્રકાશ પણ નહીં. ચાલો બ્લેક હોલ સાથે જોડાયેલા અત્યાર સુધીના સંશોધનો શું કહી રહ્યા છે તે જોઇએ.. બ્લેક હોલમાંથી કશુંજ પાછુ આવી શકતું નà
જાણો એક એવી જગ્યા વિશે  જ્યાં વસ્તુ પણ પડે તો નથી આવતી પાછી   તમે પણ જશો અહીં  તો થઈ જશો ગાયબ
અંતરિક્ષમાંથી રહસ્યમયી પદાર્થ ધરતી પર પડે એટલે અંતરિક્ષની ચર્ચાઓ પણ વેગ પકડે.. આપણું અંતરિક્ષ રહસ્યોથી ભરેલું છે. અંતરિક્ષના આવા જ કેટલાક રહસ્યોમાંથી એક છે બ્લેક હોલ.
Advertisement

બ્લેક હોલ એટલે શું?
 બ્લેક હોલ એટલે એવી જગ્યા જ્યાંથી કશુંજ પાછુ આવી શકતું નથી. ખુદ પ્રકાશ પણ નહીં. ચાલો બ્લેક હોલ સાથે જોડાયેલા અત્યાર સુધીના સંશોધનો શું કહી રહ્યા છે તે જોઇએ.. 

  • બ્લેક હોલમાંથી કશુંજ પાછુ આવી શકતું નથી 
  • બ્લેકહોલમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી 
  • શક્તિશાળી ગુરુત્વાકર્ષણ ધરાવતી ખગોળીય વસ્તુ 
  • ગુરુત્વાકર્ષણથી આસપાસની વસ્તુઓને પોતાનામાં ખેંચે છે
  • બ્લેક હોલની ચારેય તરફ હોય છે ક્ષિતિજ સીમા 
  • જ્યાં વસ્તુ પડી તો શકે, પણ પાછી ન આવી શકે 
 
બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું આવી શકતું નથી.. બ્લેક હોલમાં વિદ્યુત ચુંબકીય તરંગો પણ પાછા આવી શકતા નથી એટલે કે બ્લેક હોલમાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી.બ્લેક હોલ એ શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર ધરાવતી ખગોળીય વસ્તું છે. તે પોતાના ગુરૂત્વાકર્ષણથી આસપાસની વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. આ બ્લેક હોલની ચારે તરફ ક્ષિતિજ સીમાં હોય છે. જ્યાંથી વસ્તું બ્લેક હોલમાં પડી તો શકે છે પણ પાછી આવી શકતી નથી.
Black Holes: Monsters in Space | NASA
જ્યારે સૂર્ય જેવા મોટા કે તેના કરતા પણ અનેક ગણા મોટા તારામાં બળતણ પૂરુ થઈ જાય છે. ત્યારે તેમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે. જેને સુપરનોવા કહે છે. અને વિસ્ફોટ પછી જે પદાર્થ વધે છે. તે ધીરે ધીરે કેન્દ્ર તરફ એકઠો થઈ ખુબજ ભારે ઘનતા વાળા દળમાં ફેરવાય છે. જેને ન્યુટ્રોન સ્ટાર કહે છે. આ ન્યુટ્રોન સ્ટારની ઘનતા અને કદ ઘણુ વધારે હોય છે. અને ગુરૂત્વાકર્ષણના કારણે તે કેન્દ્ર તરફ વધુને વધુ જતો જાય છે..અને અંતે તે બ્લેક હોલમાં પરીણમે છે.
  • બ્લેકહોલ પર સંશોધનની શરુઆત 2012માં
  • 10 એપ્રિલ 2019એ બેલેકહોલની તસ્વીર મુકી 
  • તસ્વીર લેવામાં 200થી વધુ સંશોધનકર્તાનો ફાળો 
 
સૌપ્રથમ બ્લેકહોલની તસ્વીર લેવાનો વિચાર લેધરલેન્ડના વિજ્ઞાની હેનીઓ ફેલેકે રજુ કર્યો હતો. આ બ્લેકહોલ પર સંશોધનની શરુઆત 2012 માં થઈ હતી અને વોશિંન્ટન, બ્રેસેલ્સ, સેન્ટીયાગો, શાંઘાઈ, તાઈટે અને ટોકીયોમાં ખગોળશાસ્ત્રીઓએ એકસાથે બ્લેકહોલની તસ્વીર જાહેર કરી હતી. વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલ 2019 ના રોજ વિશ્વ સામે બેલેકહોલની તસ્વીર મુકી હતી. અને આ તસ્વીર લેવામાં 200થી વધુ સંશોધનકર્તાનો ફાળો છે.
  • બ્લેક હોલ પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દુર 
  • તેને જોવા માટે જોઇએ પૃથ્વી જેટલું મોટુ ટેલિસ્કોપ 
  • વૈજ્ઞાનિકોએ 8 વિશાળ રેડિયો ટેલિસ્કોપ ગોઠવ્યા હતા 
  • તેમાંથી મળેલા ડેટા પરથી તૈયાર કરવામાં આવી તસ્વીર 
  • મેળવવામાં આવેલો ડેટા 10 લાખ જીબી જેટલો હતો 
  • અમેરિકા અને જર્મની દ્વારા ડેટાને રેન્ડર કરવામાં આવ્યો 
 
જે બ્લેક હોલની તસ્વીર લેવામાં આવી છે તે બ્લેક હોલ પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દુર હોવાથી તેનુ નિરીક્ષણ કરવું અત્યંત અઘરું છે. આ બ્લેકહોલ ને જોવા માટે પૃથ્વી જેટલું  મોટુ ટેલિસ્કોપ જોઈએ. પણ એ શક્ય નથી, આ માટે વૈજ્ઞાનિકોએ દુનિયા ભરમાં 8 વિશાળ રેડિયો ટેલિસ્કોપ ગોઠવ્યા. અને તેમાંથી મળેલા ડેટા પરથી બ્લેકહોલની તસ્વીર તૈયાર કરવામાં આવી. આ ડેટા 10 લાખ GB જેટલો હતો. અને અમેરિકા અને જર્મની દ્રારા આ ડેટાને રેન્ડર કરવામાં આવ્યો.
How to Safely Jump Into a Black Hole
  • 5 મહાદ્વિપ પર ગોઠવાયા હતા રેડિયો ટેલિસ્કોપ 
  • એક જ ભાગનું અલગ-અલગ સ્થળેથી નિરિક્ષણ 
  • મેળવાયેલા ડેટાને અલ્ગોરિધમથી  રેન્ડર કરાયો 
આ ટેલિસ્કોપોને 5 મહાદ્રીપ પર એ રીતે લગાવવામાં આવ્યા કે તે સુરક્ષિત રહે શકે અને સ્પષ્ટતાથી બ્લેકહોલનું અવલોકન કરી શકે. આ રેડિયો ટેલિસ્કોપોને હવાઈ, એરિગોના, સ્પેન, મેક્સિકો અને દક્ષિણધ્રુવ પર ગોઠવવામાં આવ્યા. 
Astronomers have spotted x-rays from behind a supermassive black hole | MIT  Technology Review
બ્લેકહોલનું નિરીક્ષણ કરવા માટે એપ્રિલ 2017 મા એક અઠવાડિયા માટે અલગ અલગ જગ્યાએથી એક જ ભાગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ડેટા મેળવવામાં આવ્યા હતા.8 વિશાળ ટેલિસ્કોપ દ્રારા લેવામાં આવેલા ડેટાને અદ્યતન સુપર કોમ્યુટરમાં ખાસ રીતે તૈયાર કરેલા અલ્ગોરીધમની મદદથી રેન્ડર કરી બ્લેક હોલની તસ્વીર મેળવામાં આવી હતી. બ્લેકહોલ ની તસ્વીર મેળવવા માટેનો અલ્ગોરીધમ ડો. કેથરીન બુમૈન દ્રારા બનાવવામાં આવેલો છે. જેઓ MIT ના વિદ્યાર્થી હતા. તેઓ ખગોળશાસ્ત્રી નથી પણ કમ્પ્યુટર અલ્ગોરીધમના નિષ્ણાંત છે.
  • સ્ટિફન હોકિંગનો બ્લેકહોલને લઇને સૌથી જુદો મત 
  • કહ્યું અન્ય એક બ્રહ્માંડ સુધી જવાનો દરવાજો  હોઇ શકે 
  • કહ્યું અન્ય વિશ્વમાં જવાનો એક અસરકારક માર્ગ હોઇ શકે 
  • સ્ટિફને કહ્યું બ્લેક હોલમાંથી બહાર નીકળી શકાય છે 
  • બ્લેક હોલમાંથી બહાર નીકળી અન્ય બ્રહ્માંડમાં પહોંચી શકાય 
બ્રહ્માંડમાં આવેલા બ્લેકહોલને મોટાભાગના ખગોળવિદો અને વૈજ્ઞાનિકો જ્યારે વિનાશક તરીક ગણાવતા આવ્યા છે ત્યારે પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ કંઈ અલગ જ વાત લઈને આવ્યા છે, તેમનું એવું માનવું છે કે આ બ્લેકહોલ આપણા બ્રહ્માંડ જેવા જ અન્ય એક સમાન બ્રહ્માંડ સુધી જવા માટેનો પાછલો દરવાજો છે.તેઓ માને છે કે અન્ય વિશ્વમાં જવા માટેનો કોઈ સૌથી વધુ અસરકારક રીત હોય તો તે છે બ્લેક હોલમાં થઈને જવાનો માર્ગ છે.
India's Astrosat witnesses black hole birth for 500th time in space,  records 'mini big bangs' - SCIENCE News
  • બ્લેક હોલ કોઇ શાશ્વત જેલ નથીઃ સ્ટિફન હોકિંગ 


હાર્વર્ડ યૂનિવર્સિટમાં આપેલી પોતાની સ્પીચ દરમિયાન આ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રીએ કહ્યું હતું કે આપણે જે વિચારીએ છીએ તે પ્રમાણે બ્લેક હોલ શાશ્વત જેલ નથી પણ તે એક પાછળો દરવાજો પણ હોઈ શકે છે.તેમણે કહ્યું હતું કે બ્લેક હોલમાંથી બહાર પણ નીકળી શકાય છે. તેમણે કહ્યું હતું કે બહારથી અંદર ઘુસીને અન્ય બ્રહ્માંડમાં પણ પહોંચી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો તમે એવું અનુભવતા હોવ કે તમે બ્લકહોલમાં છો તો હાર ન માનો, તેમાંથી બહાર નીકળવાનો પણ માર્ગ છે.
  • એક પર્વત જેટલા બ્લેક હોલની ઉર્જા સમગ્ર માનવજાત માટે પૂરતી 
પ્રો. હોકિંગનું મિશન એવું છે કે તેઓ બ્લેક હોલ સંબંધેની આપણી જે નકારાત્મક માન્યતા છે, તે બાબતે નવેસરથી વિચાર કરવાની પ્રેરણા આપે છે. આ પહેલા તેમણે એવું કહ્યું હતું કે જો આપણે પર્વત જેવા કદના બ્લેકહોલની ઉર્જાનો ઉપયોગ કરી શકીએ તો સમગ્ર માનવ જાતને ચાલે તેટલી ઉર્જા એકત્ર કરી શકીશું. 
Tags :
Advertisement

.