Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજસીટોકના વોન્ટેડ આરોપી સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપ્યો

'કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ' આ ડાયલોગ તમે ફિલ્મોમાં ઘણીવાર સાંભળ્યો હશે. જે હાલ જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ કામગીરી પર બંધબેસતો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ અને સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીને તેના જ ઘરના બંકર માંથી દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સજ્જુ કોઠારી નાનપુરામાં આવેલ જમરૂખ ગલી ખાતેના તેના જ ઘર માં છુપાયો છે. બાતમીàª
ગુજસીટોકના વોન્ટેડ આરોપી સજ્જુ કોઠારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં  ઝડપ્યો
"કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ" આ ડાયલોગ તમે ફિલ્મોમાં ઘણીવાર સાંભળ્યો હશે. જે હાલ જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ કામગીરી પર બંધબેસતો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ અને સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીને તેના જ ઘરના બંકર માંથી દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સજ્જુ કોઠારી નાનપુરામાં આવેલ જમરૂખ ગલી ખાતેના તેના જ ઘર માં છુપાયો છે. બાતમીને આધારે પોલીસે ટિમ બનાવીને સજ્જુના ઘરે રેડ કરી હતી. જ્યાં પહોંચતા જ તેના ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો અને દરવાજા ઉપર લોખંડના તીક્ષ્ણ ખીલા લગાવ્યા હતાં. જોકે આ જોઈને પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાર માની ન હતી.  સજ્જુને કોઈપણ ભોગે પકડવાનો નિર્ણય કરીને આવેલ ટિમના મુખીયા ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર.સરવૈયાએ કમાન હાથમાં લઇને મુખ્ય દરવાજાને ઓળંગવા માટે સીડી મંગાવી હતી અને સીડી મારફતે સૌપ્રથમ તેમણે સજ્જુના ઘરમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ શરૂ થયો સજ્જુને પકડવાનો ખેલ.
"સજ્જુ ના ઘર માં પ્રવેશ કેવી રીતે થયો."
સીડી મારફતે લોખંડનો દરવાજો ઓળંગીને એસીપી સરવૈયા સૌપ્રથમ સજ્જુના ઘરના પેહલા માળે પહોંચ્યા ત્યારબાદ તેમની સાથે આવેલ ટીમના તમામ જવાનો એક પછી એક પેહલા માળે પહોંચ્યા હતાં. પહેલા માળે જે દરવાજો હતો તે અંદર થી બંધ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસને ખાતરી હતી કે સજ્જુ અંદર જ છે, પોલીસે બારીના કાચ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો.
પોલીસે કેવી રીતે દબોચ્યો સજ્જુને
પોલીસે પાંચેય માળના ખૂણે ખૂણો ફેંદી વળ્યાં હતાં. ઘરની તપાસ પોલીસે એક બે વાર નહીં પરંતુ 10 વખત કરી તે છતાં પણ સજ્જુ ઘરમાં ક્યાંય મળ્યો ન હતો. પરંતુ પોલીસ પણ મક્કમ થઈને આવી હોવાથી અને પાક્કી બાતમી હોવાથી હાર માનવાનું નામ લેતી ન હતી. પોલીસને ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં રાખેલ ફર્નિચરમાં કંઈક અજુગતું લાગતાં તે ચેક કર્યું હતું. પોલીસને શંકા હતી કે ચોક્કસ પણે સજ્જુ અંદર જ છુપાયો હોવો જોઈએ. પોલીસે સાધનો લાવીને દરવાજો તોડી નાખ્યો હતો. અંદર પ્રવેશતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે અંદર સજ્જુ કોઠારી બેઠો હતો. સજ્જુને જોતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસના આશ્ચર્ય વચ્ચે સજ્જુની સાથે તેનો સાગરીત અને ગુજસીટોકનો અન્ય આરોપી સલીમ શેખ પણ ત્યાં જ હાજર હતો જેને પણ પોલીસે દબોચી લીધો હતો. 
કોણ છે સજ્જુ અને તેનું હવે શું ?
ભાઈગીરીની સાથે સાથે હીરોગીરીનો પણ શોખ ધરાવે છે સજ્જુ કોઠારી. બોડીબિલ્ડીંગનો પણ ખૂબ શોખીન છે. ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી તેમજ વ્યાજે પૈસા આપવાનો તેનો ધંધો ખૂબ જ પુરજોશ માં ચાલે છે. ઘણા એવા કિસ્સાઓ પણ છે જેમાં સજ્જુ એ વ્યાજના પૈસામાં મૂળ રકમ કરતાં વધુ રકમ વસૂલી હોય. એક વેપારી એ તો સજ્જુના ત્રાસ થી ધંધો બંધ કરીને ટેમ્પો ચલાવવાનું કામ શરૂ કરી દીધું છે. કુખ્યાત સજ્જુ કોઠારી ગુજરાતનો એકમાત્ર ગુનેગાર છે જેની સામે 2 વખત ગુજસીટોકનો ગુનો નોંધાવમાં આવ્યો છે. આ ઉપરાંત સજ્જુ સામે અન્ય પણ ઘણાં ગુનાઓ નોંધાયા છે જેમાં 1 લેન્ડ ગ્રેબિંગ, 1 ખુન, 1 ખૂનની કોશિશ, 11 ધાક ધમકીના ગુનાઓ, રાયોટિંગ તેમજ પોલીસ પર હુમલાના 11 ગુનાઓ, સરકારી ફરજમાં રુકાવટના 3 ગુનાઓ, ગેરકાયદે હથિયાર રાખવાના 6 ગુનાઓ જેવા અન્ય ગુનાઓ મળી ને કુલ 50 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે છે. 
સજ્જુ સામે 1999 થી અત્યાર સુધી 9 વખત પાસા કરવામાં આવ્યા છે. સજ્જુને પોલિસે સુરત કોર્ટમાં રજૂ કરીને 20 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જેમાં પોલીસે સજ્જુ દ્વારા કેટલી પ્રોપર્ટી ઉભી કરાઈ છે તેમજ તેના અન્ય સાગરીતો કોણ કોણ છે તે અંગે વધુ તપાસ કરવા માટેની માંગ કરી હતી. જે અંગે કોર્ટે સજ્જુના 6 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે આ રિમાન્ડ દરમ્યાન સુરત પોલિસ સજ્જુ પાસે થી કેટલી માહિતી બહાર કઢાવી શકે છે અને સજ્જુના ગુનાઓનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું છે તે જાણી શકે છે તે જોવાનું રહેશે.
Advertisement
Tags :
Advertisement

.