Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આવકના દાખલાના કેમ્પના નામે લોકો જોડે મજાક

VADODARA : સરકારી યોજનાઓ માટે મહત્વના કાળગ પૈકી એક ગણાતા આવકના દાખલા (INCOME CERTIFICATE) ના કેમ્પના નામે લોકો જોડે મજાક કરવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. વડોદરા (VADODARA) ના વાડી વિધાનસભામાં આવતા વોર્ડ નં - 4 માં...
vadodara   આવકના દાખલાના કેમ્પના નામે લોકો જોડે મજાક

VADODARA : સરકારી યોજનાઓ માટે મહત્વના કાળગ પૈકી એક ગણાતા આવકના દાખલા (INCOME CERTIFICATE) ના કેમ્પના નામે લોકો જોડે મજાક કરવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. વડોદરા (VADODARA) ના વાડી વિધાનસભામાં આવતા વોર્ડ નં - 4 માં રવિવારના રોજ શાળામાં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાની પોસ્ટ લોકોના સુધી સોશિયલ મીડિયા મારફતે પહોંચી હતી. જેને જોઇને લોકો શાળાઓ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચીને જાણ્યું કે, કોઇ પણ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નથી. પોસ્ટરમાં ભાજપનું નિશાન તથા ધારાસભ્ય મનીષાબેન વકીલની તસ્વીર જોવા મળી રહી છે.

Advertisement

લોકો સુધી આ પોસ્ટર પહોંચ્યું હતું.

લોકો સુધી આ પોસ્ટર પહોંચ્યું હતું.

તલાટીની ઓફીસેથી કાઢવામાં આવે

સરકારી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી કાગળિયાઓ પૈકી એક આવકનો દાખલો છે. આવકનો દાખલો સામાન્ય રીતે સ્થાનિક તલાટીની ઓફીસેથી કાઢવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોને આવકના દાખલાની જરૂરીયાત હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જ્યાં સરળતાથી લોકો પોતાના પુરાવા રજુ કરીને આવકનો દાખલો મેળવી શકે છે. ત્યારે આજે વડોદરાના વોર્ડ નં - 4 માં લોકો જોડે આવકના દાખલાના કેમ્પના નામે મજાક કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવવા પામી છે.

Advertisement

ખોટો ધક્કો પડ્યો

શહેર વિધાનસભા દ્વારા વોર્ડ નં - 4 માં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી માહિતી વાળું પોસ્ટર સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચ્યું હતું. અથવા કોઇએ ફોરવર્ડ કરીને પહોંચાડ્યું હતું. જેમાં આજે 28, જુલાઇ - 2024 ના રોજ સવારે 10 - 3 વાગ્યા સુધી માય શાનેન સ્કુલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે. શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો પણ તેમાં ફોટો મુક્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર જોઈ-વાંચીને લોકો આજે સવારે શાળાઓ પહોંચ્યા હતા. પરંતુ શાળાએ કોઇ પણ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં ન આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી લોકોને ખોટો ધક્કો પડ્યો હતો.

દાખલા માટે કામ છોડીને આવ્યા

શિતલબેન જણાવે છે કે, મને મેસેજ આવ્યો હતો, કે રવિવારના દિવસે અહિંયા આવકનો દાખલાનું કામ થશે. પણ અહીંયા તો કોઇ નથી. તે બાદ અમને કોઇ મેસેજ આવી નથી. હું રજા લઇને આવકનો દાખલો કઢાવવા આવી છું. કૈલાશબેન જણાવે છે કે, આવકના દાખલા માટે કામ છોડીને આવ્યા છીએ. કોઇ છે નહીં. અમને ધક્કો પડ્યો છે. અમે ખોડિયારનગરથી આવીએ છીએ. કેમ્પ રદ્દ થવા અંગે પણ કોઇ મેસેજ મળ્યો નથી.

Advertisement

ધારાસભ્ય અથવા આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે લોકો સાથે મજાક કરવામાં આવી હોય તો તેની ચોક્કસ તપાસ થવી જોઇએ. અને જો છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ્દ થયો હોય તો તેની જાણ લોકોને કેમ કરવામાં ન આવી તે અંગે ધારાસભ્ય અથવા આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : લાભાર્થી સુધી પહોંચવામાં "વિતરણ"ની વાટ જોતી સેંકડો સરકારી સાયકલ

Tags :
Advertisement

.