Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

42 વર્ષની ઉંમરે 22ની ફીલીંગ આવે છે, પાંચ માસમાં 24 kg વજન ઉતારનાર રાજુ સરદાર ફિલ કરે છે બલ્લે બલ્લે

42 વર્ષનો છું પણ 22 ની ફિલિંગ આવે છે. આજે એક ફ્લોર થી નીચે કૂદકો મારવાનો કોન્ફિડન્સ ધરાવતો થયો છું. આ શબ્દો છે માત્ર પાંચ મહિનામાં 24 કિલો વજન ઉતારનાર રાજુભાઈ સરદારના. રાજુભાઈના 117 કિલો વજન ને કારણે અનેક તકલીફો શરીરમાં ઉદ્ભવી હતી. બીમારીઓનું ઘર થઈ ગયું હતું તેમનું શરીર પરંતુ આજે તેઓ નવી ઇનિંગ રમવા તૈયાર છે તેઓ કહે છે કે મને નવું જીવન મળ્યું છે. પાંચ માસ પહેલા 117 કિલો વજન હતું રાજુભાઈ સરદાર
42 વર્ષની ઉંમરે 22ની ફીલીંગ આવે છે  પાંચ માસમાં 24 kg વજન ઉતારનાર રાજુ સરદાર ફિલ કરે છે બલ્લે બલ્લે
42 વર્ષનો છું પણ 22 ની ફિલિંગ આવે છે. આજે એક ફ્લોર થી નીચે કૂદકો મારવાનો કોન્ફિડન્સ ધરાવતો થયો છું. આ શબ્દો છે માત્ર પાંચ મહિનામાં 24 કિલો વજન ઉતારનાર રાજુભાઈ સરદારના. રાજુભાઈના 117 કિલો વજન ને કારણે અનેક તકલીફો શરીરમાં ઉદ્ભવી હતી. બીમારીઓનું ઘર થઈ ગયું હતું તેમનું શરીર પરંતુ આજે તેઓ નવી ઇનિંગ રમવા તૈયાર છે તેઓ કહે છે કે મને નવું જીવન મળ્યું છે. 
પાંચ માસ પહેલા 117 કિલો વજન હતું 
રાજુભાઈ સરદાર જેમનું વજન આજથી પાંચ મહિના પહેલા 117 કિલો હતું જે આજે તેમના ડાયટ અને એક્સરસાઇઝ ના નિશ્ચય બાદ ઘટીને 94 કિલો થઈ ગયું છે. 23 થી 24 કિલો જેટલું વજન ઉતરતા તેમના જીવનમાં તેમના શરીરમાં નવા પ્રાણ ફૂંકાયા છે રાજુભાઈ સરદાર એક વાર ફરી નવું જીવન મળતા બોલી ઊઠયા છે બલ્લે બલ્લે.. તેઓ કહે છે કે  બીમારીઓથી મારું આ શરીર ઘેરાઈ ગયું હતું. પરંતુ આજે હું તમામ બીમારીઓથી મુક્ત થયો છું. એક સ્ટેપ ઉતરતા શરીર ધ્રુજી ઉઠતું હતું આજે એક માળથી છલાંગ લગાવવા જેટલો કોન્ફિડન્સ ધરાવું છું. બસ નિશ્ચય કરો નવું જીવન આપ પણ મેળવી શકો છો.  કઈ રીતે રાજુભાઈ સરદારે કોઈપણ જાતની દવા કે ટ્રીટમેન્ટ વિના પાંચ જ મહિનામાં 24 kg વજન ઉતાર્યું અને કઈ રીતે અનેક બીમારીઓને પોતાના જીવનથી દૂર કરી તેના વિશે પણ તેમણે વાત કરી.
રાજુભાઈ સરદાર નિયમિત ડાયટ ફોલો કરે છે અને દરરોજ બે કલાક જીમમાં  આપે છે પરિણામે તેઓ માત્ર પાંચ જ મહિનામાં 24 કિલો જેટલું વજન ઉતારી શક્યા છે અને હાલ નવું કોન્ફિડન્સ વાળું જીવન જીવતા થયા છે..
શું છે તેમનો ડાયટ પ્લાન ?
 
સવારે 6:00 વાગે તેઓ ઊઠે અને પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવે છે ત્યારબાદ બે સફરજન આરોગે છે. એક કલાક બાદ હાર્ડ નાસ્તો ન લઇને માત્ર ડ્રાયફ્રૂટ્સ લે છે અને તેની 30 મિનિટ બાદ ખાંડ વગરની ચા પીવે છે. તેમણે તેમના રૂટિનમાં ઘઉં ખાવાનું બંધ કર્યું છે બપોરે સ્પ્રાઉટસ બાફેલા ચણા અને સલાડ વિગેરે લે છે. તેમણે ખાંડ અને મીઠું તેમ જ બટાકા અને ભાત પણ રૂટીન ભોજનમાં બંધ કર્યા છે સાંજે 7:00 વાગ્યા પહેલા બાજરીની રોટલી અને તેની સાથે સલાડ , દેશી ઘીમાં ફ્રાય કરેલા પનીર ઓટ્સ ,વેજીટેબલ સૂપ વગેરે લે છે.  અને દિવસ દરમિયાન બે કલાક જિમ માં એક્સરસાઇઝ કરે છે. તેઓ અન્ય લોકોને પણ સીધી સલાહ આપે છે કે જીવનમાં ડીપ ફ્રાય વસ્તુઓ બંધ કરો અને એક્સરસાઇઝને પણ મહત્વ આપો તે જરૂરી છે.
શું કહે છે જીમ ઇન્સ્ટ્રકટર ?
ત્યારે તેમના જીમ ઇન્સ્ટ્રક્ટર  ધીરજ સેનાની કહે છે કે તેઓ શરૂઆતમાં જ્યારે જીમ આવ્યા ત્યારે તરત થાકી જતા હતા પરંતુ અત્યારે સારી એવી એક્સરસાઇઝ કરી લે છે,  તેમની મહેનત અને ડાયટ ના કારણે તેઓ માત્ર પાંચ જ મહિનામાં 24 કિલો જેટલું વજન ઉતારવામાં સફળ રહ્યા છે.
રાજુભાઇ સરદાર કહે છે કે જીવન થઇ ગયુ બલ્લે-બલ્લે 
રાજુભાઈ સરદારનું કહેવું છે કે મારું જીવન ફરી બલ્લે બલ્લે થઈ ગયુ છે  બસ જીવનમાં નિર્ધાર કરવાની જરૂર છે સફળતા ચોક્કસ મળે છે. નિયમિત ડાયટ અને એક્સરસાઇઝ થકી ટૂંક સમયમાં મેં મારા જીવનને રોગમુક્ત બનાવ્યું છે અને નવા કોન્ફિડન્સ સાથે જીવનની નવી ઈનીંગ રમવા તૈયાર છું. 42નો છું પણ 22 જેવી ફીલિંગ આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.