VADODARA : હરણી બોટકાંડમાં પીડિત પરિવારો માટે વળતર નક્કી કરવા કોર્ટનો આદેશ
VADODARA : 18 - જાન્યુઆરી - 2024 ના રોજ વડોદરા (VADODARA) ના હરણી તળાવમાં શાળાના બાળકો-શિક્ષકો ભરેલી બોટ પલટી જતા મોટી દુર્ઘટના (HARNI BOAT ACCIDENT - VADODARA) સર્જાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે સુઓમોટો જાહેરહિતની સુનવણીમાં પીડિતોને વળતરની રકમ કેટલી આપવી તે અંગેનો નિર્ણય લેવા માટે કલેક્ટરને આદેશ કર્યો છે. પીડિત પરિવારો લાંબા સમયથી ન્યાય ઝંખી રહ્યા છે. વળતરની રકમ નક્કી કરતા સમયે મૃતકની ઉંમર, તેની નોકરી, પરિવારની પરિસ્થિતીના મુદ્દાઓને ધ્યાને લેવા સુચના આપી છે.
જિલ્લા કલેક્ટરને વળતરની રકમ નક્કી કરવામ માટે આદેશ આપ્યો
વડોદરાના હરણી બોટકાંડમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટનાને પગલે દેશભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અગે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન કોર્ટે કડક વલણ દાખવ્યું છે. તાજેતરમાં સુનવણી દરમિયાન કોર્ટે વડોદરાના જિલ્લા કલેક્ટરને વળતરની રકમ નક્કી કરવામ માટે આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મૃત બાળકોના વાલીઓ તથા મૃતક શિક્ષકોના પરિવારને સાંભળીને તેમના તમામ પાસાઓને ધ્યાને લેવા તથા તેમને થયેલા નુકશાનને ધ્યાને રાખવા માટે કોર્ટે સૂચના આપી છે. સમગ્ર પ્રક્રિયા 8 સપ્તાહમાં પૂર્ણ કરવા જણાવાયું છે.
પીડિતોને વકીલની સુવિધા પૂરી પાડવા માટે પણ કોર્ટે કાનુની સેવા સત્તામંડળને આદેશ
સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કોર્ટમાં બાંહેધારી આપતા દલીલ કરી હતી કે, મોરબી દુર્ઘટનાની જેમ વળતર નક્કી કરાશે. કલેક્ટર સમક્ષ રજુઆત કરવા માંગતા પીડિતોને વકીલની સુવિધા પૂરી પાડવા માટે પણ કોર્ટે કાનુની સેવા સત્તામંડળને આદેશ કર્યો હતો. આ સાથે કોટિયા પ્રોજેક્ટની રજુઆતોને પણ કલેક્ટર સમક્ષ રજુ કરવા માટેની મંજુરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : "હત્યારાને ફાંસી આપો અથવા એન્કાઉન્ટર કરો", તપનના પરિજનોનો આક્રોશ