જાન દેંગે જમીન નહીં દેંગે, હજીરા-ગોથાણ રેલવેલાઇન માટે ખેતીની જમીન આપવાનો ખેડૂતોનો ઇન્કાર
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
હજીરા-ગોથાણ રેલવેલાઇન માટે ખેતીની જમીન નહીં આપવા અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. સુરતમાં ૧૭ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે, હયાત રેલ્વે લાઈન હોવા છતાં અને હજીરા રેલ્વે લાઈનમાં ભારણ ન આવવા છતાં ખેડુતોની જમીન સંપાદન કરી ખાનગી કંપની ઓને લાભ આપવામાં આવી રહ્યા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે.
ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂત સમાજ દ્વારા તાત્કાલિક ખેડૂત બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું,સુરતના જહાંગીરપુરા ખાતે ખેડૂતોએ બેઠક યોજી જમીન નહિ આપવા એક સુર આલાપ્યો હતો,ખેડૂત બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાની દયનીય હાલત સાથે જમીન સંપાદન બાદ ખેતી નહિ રહેતા ગંભીર પરિસ્થિતિ થશે તેવી વ્યથા દર્શાવી હતી,સાથે જ પોતાની ખેતીની જમીન રેલવેને આપવાનો ઇનકાર કર્યો હતો
ખેતી પર જીવતો ખેડૂત પાયમાલ થઈ જશે,સુરતમાં ગોથાણથી હજીરા સુધીના નવા રેલવે ટ્રેકને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે હજીરા સ્થિત કંપનીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે.આ અંગે ખેડૂત અગ્રણી રમેશ પટેલે જણાવ્યું હતું કે જમીન સંપાદન થતાં આશરે ૧૭ જેટલા ગામ તથા ૨૫૦ જેટલા ખેડૂતો અસ૨ગ્રસ્ત થશે,અને ૩૨૯ એકર જમીન સંપાદન કરવામાં આવશે,જેનાથી ખેડૂતો રસ્તા પર આવી જશે,જેને ધ્યાને રાખી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત સમાજમાં રજૂઆત કરવામાં આવી હતી,ખેડુતોની આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કાઢવા અને સરકાર ને રજૂઆત કરવા ખેડૂતોની એક બેઠક બોલાવવામાં આવી હતી,આ બેઠકમાં તમામનો એક જ સૂર હતો કે હયાત રેલ્વે લાઈન હોવા છતાં અને હજીરા રેલ્વે લાઈનમાં ભારણ ન થવા છતાં ખેડુતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે,જે ખેડૂતો સાથે અન્યાય છે.
અગાઉ પણ હજીરા ગોથાણ રેલ લાઇન માટે જમીન સંપાદન અંગે રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યુ હતું ત્યારે પણ અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ પ્રદર્શન બાદ રેલ મંત્રાલય અને રેલ મંત્રી સાથે જ સરકાર સમક્ષ જમીન સંપાદન નહિ કરવા સંગે રજૂઆત કરી હતી,કેન્દ્ર સરકાર દ્વારા જે ગામોની જમીન સંપાદન કરવામાં આવનાર છે તેમાં સુરતના સુવાલી, રાજગરી, મોરા, ભટલાઇ, વાંસવા, દામકા, ઇચ્છાપોર,ઓલપાડ, ચોર્યાસી તાલુકાના શિવરામપુર, , મલગામા, ભેંસાણ, ઓખા, વણકલા તથા વિહેણ ગામનો સમાવેશ થાય છે. વધુ માં ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતો સાથે અન્યાય અને ખાનગી કંપનીઓને ફાયદો પોહચડવના નિર્ણય પણ અડગ રહેશે તો આવનારા દિવસોમાં અસરગ્રસ્ત ખેડૂતો ગામે ગામ જઈ બેઠકો કરી લોક આંદોલનની રણનીતિ સાથે આગળ વધશે, કોઈપણ હીસાબે જાન દેંગે, જમીન નહીં એવુ ખેડૂતોએ નિર્ણયકર્યો છે.રેલ્વેની લગોલગ નવો ટ્રેક નાંખવામાં આવશે તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી ખેડૂતોની જમીન સંપાદન કરવા માટે શા માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ તેવા પણ ખેડૂતો દ્વારા પ્રશ્ન ઊઠવવામાં આવી રહ્યા છે.